સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને ભૂકંપનો ડબલ એટેક :રાત્રીના ભૂકંપના આંચકા સવારથી વાવાઝોડાનો તોફાની પવન ફૂંકાયો 

TOP STORIES Publish Date : 17 May, 2021 07:57 AM

સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને ભૂકંપનો ડબલ એટેક :રાત્રીના ભૂકંપના આંચકા સવારથી વાવાઝોડાનો તોફાની પવન ફૂંકાયો 

 
રાજકોટ 
 
સૌરાષ્ટ્રમાં એક તરફ કોરોના નો કહેર છે, તો બીજી તરફ તૌકતે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાવા માટે આગળ વધી રહ્યું છે, વાવાઝોડાને લઈને હજુ લોકોની ચિંતા દૂર થઇ ન હતી ત્યાં રાત્રીના 3.27 કલાકે ભૂકંપના આંચકાએ પણ મોટી મુશીબત વધારી હોઈ તેવી સ્થિતિમાં સૌરાષ્ટ્રવાસીઓ મુકાઈ ગયા છે , રાત્રીના અમરેલી,રાજકોટ,ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના આસપાસના વિસ્તારોમાં આંચકાની અનુભૂતિ થઇ છે , રાત્રીના એકાએક તોફાની પવન સાથે આંચકા પણ આવતા લોકોમાં ભયનું લખલખું ફેલાઈ ગયું હતું, તો ટૌકાતે વાવાઝોડું પણ ધીમે ધીમે મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે એટલું જ નહિ લોકોની ચિંતા તોફાની પવન અને તેની સાથે સતત વરસતા વરસાદે લીધી છે  

Related News