યુરોપના ત્રણ દેશોમાં રાજકીય અસ્થિરતાનો માહોલ : 2 વડાપ્રધાને આપ્યા રાજીનામાં 

INTERNATIONAL Publish Date : 17 January, 2021 02:21 PM

યુરોપના ત્રણ દેશોમાં રાજકીય અસ્થિરતાનો માહોલ : 2 વડાપ્રધાને આપ્યા રાજીનામાં 

 
યુરોપમાં હાલના સમયમાં રાજકીય અસ્થિરતાનો સમય ચાલી રહ્યો છે ..યુરોપના 3 દેશોએ રાજકીય સંકટ સર્જાયું છે જેને પગલે 2 દેશના વડાપ્રધાને રાજીનામાં આપવાની ફરજ પડી છે .. દુનિયા હાલ કોરોના સંકટ થી પસાર થઈ રહી છે .તો યુરોપ પણ કોરોના ને પગલે મોટી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે ..2 દેશના વડાપ્રધાન પૈકી એક દેશના વડાપ્રધાન અને તેની સંપૂર્ણ કેબિનેટે રાજીનામુ આપ્યું છે તો ત્રીજા દેશમાં વિપક્ષ દ્વારા રાજીનામુ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે ...
યુરોપના નાનકડા પણ ખુબ જ સુંદર દેશ એસ્ટોનિયાના વડાપ્રધાનને રાજીનામુ આપ્યું પડ્યું છે ..વડાપ્રધાન જુરી રટાશે રાજીનામા આપી દીધું છે કારણ કે તેની પાર્ટીના વરિષ્ટ અગ્રણીઓએ કરેલા ગોટાળા તેને નડી ગયા છે તો બીજા દેશ નેધરલેન્ડ ના વડાપ્રદાન અને એની સંપૂર કેબિનેટે રાજીનામુ આપી દીધું છે પીએમ માર્ક રૂટે અને એની કેબિનેટે 15 જાન્યુઆરીના રોજ નેશનલ ટેલિવિઝન ઉપર એનાઉન્સ કરીને રાજીનામુ આપી ધીધુ હતું આમ થવાનું કારણ એક ગોટાળાનો મામલો છે ..આ અંગે ડચ રાજા અને તેને પરિવારને જાણ કરી દેવામાં આવી છે 
તો ઇટાલીમાં પણ સરકાર સામે સંકટ છે ઇટાલીમાં વિપક્ષ પીએમ અને તેની સરકાર સામે રાજીનામુ આપી દેવા દબાણ કરી રહ્યું છે...આમ યુરોપમાં એક બાદ એક દેશોના પીએમ હાલ સંકટના સમયમાંથી પસાર થઇ રહ્યા છે અને રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે 

Related News