જામનગર ભાજપમાં ભડાકો ;પૂર્વ ડેપ્યુટી મેયરે આપ્યું રાજીનામુ ;ટિકિટ કપાતા ભાજપમાં લાગી આગ 

GUJARAT Publish Date : 04 February, 2021 10:34 PM

જામનગર ભાજપમાં ભડાકો ;પૂર્વ ડેપ્યુટી મેયરે આપ્યું રાજીનામુ ;ટિકિટ કપાતા ભાજપમાં લાગી આગ 

જામનગર 

જામનગરમાં ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત થવાની સાથે જ ભડાકો થયો છે પાંચ ટર્મથી ચૂંટાતા અને પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે કાર્યકાળ પૂરો કરેલા કરશન કરમુર ની ટિકિટ કાપવાને પગલે નારાજ થઈને કરશન કારમુરે રાજીનામુ આપી દીધું છે , કરશન કરમુર નવા નિયમનને પગલે ટિકિટ મેળવવાથી વંચિત રહ્યા છે , કરમુર એ કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ની હાજરીમાં રાજીનામુ આપી દીધું છે ..જામનગરમાં અન્ય નેતાઓના નારાજગીના અહેવાલને પગલે જામનગરની ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે , પ્રદેશ ભાજપ દ્વારા 3 ટર્મથી ચૂંટાતા અને 60 વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓને આ વખતની મહાપાલિકાની ચૂંટણીમાં નહિ ઉતારવા માટે પાર્ટીએ નીતિ બનાવી છે જેન લઈને કરશન કરમુરની ટિકિટ કપાઈ છે 

Related News