ભાજપ શાસિત માણાવદર નગરપાલિકામાં વેરા વધારાનો એનસીપી દ્વારા વિરોધ :રેશમા પટેલ કરશે ધરણા 

SAURASHTRA Publish Date : 15 December, 2020 03:59 AM

ભાજપ શાસિત માણાવદર નગરપાલિકામાં વેરા વધારાનો એનસીપી દ્વારા વિરોધ :રેશમા પટેલ કરશે ધરણા 

જૂનાગઢ 
ભાજપ શાશિત માણાવદર નગર પાલિકા દ્વારા તમામ કર વેરા બમણા થી વધુ કરી કોરોનાના કપરા કાળ વચ્ચે નગર જનોને આર્થિક માર મારીયું છે ત્યારે હું ncp પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી લડી હોવાથી માણાવદર નગર જનો મારા મતદાતાઓ છે માટે મારી વિશેષ જવાબદારી બને છે અને ભાજપ ની આ શર્મનાક લૂંટ સામે હું અમારી NCP પાર્ટીના હોદેદારો સાથે તારીખ 16/12/2020 ના રોજ સમય 11:00 વાગે માણાવદર નગર પાલીકા ચીફ ઓફિસર ને કરવેરા વધારતો ઠરાવ ને રદ કરી કરવેરા ઘટાડો કરવા ની માંગ નું આવેદન આપશું અને નગરપાલિકા પ્રમુખ ને રજુઆત કરશું અને તાત્કાલિક ઉકેલ માંગિશુ જ્યાં સુધી ઉકેલ આપવામાં નહિ આવે ત્યાં સુધી અમે નગર પાલિકા ના પટાંગણ માં ધારણા કરશુ.

Related News