જૂનાગઢ વાહન ચોર ઝડપાયો : વાહન ચોરી માટે કુખ્યાત ઉંદેડી પોલીસના સકંજામાં આવ્યો 

SAURASHTRA Publish Date : 09 January, 2021 08:25 PM

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપસિંહ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ અને ગંભીર ગુન્હાઓ ડિટેકટ કરી, આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લાના તમામ પોલીસ અમાલદારોને ખાસ સૂચનાઓ કરવામાં આવેલ હતી....

💫  જૂનાગઢ શહેરના ગિરિરાજ રોડ ઉપર એસટી સ્ટેન્ડ વિસ્તારમા વૃંદાવન એપાર્ટમેન્ટ, જૂનાગઢ ખાતે રહેતા અને હવેલી ગલી ખાતે રઘુનાથ ચેમ્બરમાં, ગૌરવ નોવેલ્ટી સ્ટોર નામની દુકાન ધરાવી, વેપાર કરતા ફરિયાદી શ્રીચંદભાઈ દાસુમલભાઈ મૂલચંદાણી જાતે સિંધીનું હોન્ડા કંપનીનુ એક્ટિવા મોટર સાયકલ જીજે-11-AM-6760 કિંમત રૂ. 15,000/- જુનાગઢ ખોજાવાડ મા ડંકી પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવેલ હતુ. આ બાબતે ફરિયાદી શ્રીચંદભાઈ દાસુમલભાઈ મૂલચંદાણી જાતે સિંધીએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી, પો.સ.ઇ. જે.એચ.કછોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી...

💫  જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી, પો.સ.ઇ. જે.એચ.કછોટ, સ્ટાફના હે.કો. માલદેભાઈ, સંજયભાઇ, વનરાજસિંહ, અનકભાઇ, પ્રવિણભાઇ, રમેશભાઈ, સુભાષભાઈ, દીનેશભાઇ, ભનુભાઇ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પ્રતીક મશરૂ, પો.કો. રાહુલગીરી, અંજનાબેન, પ્રવિણાબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા તથા ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી મુજબ આ વાહન ચોરીના ગુન્હામાં સંડૉવાયેલ આરોપી અજય ઉર્ફે ઉંદેડી ધીરજલાલ બુદ્ધદેવ જાતે લોહાણા ઉવ. 39 રહે. નાગરવાડા, આશુતોષ એપાર્ટમેન્ટ, જુનાગઢને ચોરીમાં ગયેલ વાહન  હોન્ડા કંપનીનુ એક્ટિવા મોટર સાયકલ જીજે-11-AM-6760 કિંમત રૂ. 15,000/- સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે....

💫  પકડાયેલ આરોપી અજય ઉર્ફે ઉંદેડી ધીરજલાલ બુદ્ધદેવ જાતે લોહાણાની પૂછપરછ કરવામાં આવતા, રૂપિયાની જરૂરત હોઈ, મોટર સાયકલ વહેંચીને રૂપિયા મેળવવા માટે પોતે આ મોટર સાયકલની ચોરી કરેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં 2016 ની સાલમાં દારૂ પીવાના ગુન્હામાં પકડાયેલ છે...

💫  પકડાયેલા આરોપી અન્ય કોઈ આ પ્રકારના ગુન્હામાં પકડાયેલા વોન્ટેડ છે કે કેમ...? બીજા કોઇ વાહન ચોરીના ગુન્હાઓ આચરેલા છે કે કેમ... ?  વિગેરે બાબતે પૂછપરછ હાથ ધરી, આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.એચ.કછોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે....

Related News