જૂનાગઢમાં વાહન ચોરી મામલે પોલીસને મળી મહત્વની સફળતા 

SAURASHTRA Publish Date : 15 December, 2020 03:43 AM

જૂનાગઢમાં વાહન ચોરી મામલે પોલીસને મળી મહત્વની સફળતા 

 

જૂનાગઢ 

રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા વાહન ચોરીના બનાવો ડિટેકટ કરી, આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ છે....

  જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી આપેલ સૂચના આધારે નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ તથા નેત્રમ સ્ટાફ અને વંથલી પો.સ.ઇ. શ્રી બી.કે.ચાવડા અને વંથલી પોલીસ સ્ટાફ દ્રારા વાહન ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી, આરોપી  યુસુફભાઈ મુસાભાઈ ખેભર ગામેતી રહે. લાખાપીર બાપુની દરગાહ પાસે, મેડિકલ કોલેજની પાછળ, જમાલવાડી, જૂનાગઢ વંથલી પોલીસ દ્વારા  ધરપકડ કરી હીરો હોન્ડા બાઇક કુલ કિંમત રૂ. 20,000/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ.

    તા. 05.12.2020 ના રોજ બાબુભાઇ ઓઘડભાઇ પરમાર લગ્ન પ્રસંગમાં ડુંગરપુર ખાતે પોતાની હીરો કંપનીની સ્પ્લેન્ડર ગાડી રજી. નં GJ-11-AN-4212 માં ગયેલ હોય અને લગ્ન પ્રસંગ પૂર્ણ થતા વાહન પાર્ક કરેલ જગ્યાએ જતા પોતાનુ વાહન મળેલ નહી અને તેઓ ચીંતાતુર થયેલ. તેમના દ્રારા જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ખાતે જાણ કરતા, જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના અધિકારી પ્રોબેશનર આઇપીએસ સુશ્રી વિશાખા ડબરાલ સાહેબ તથા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સાગરકા દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જૂનાગઢના પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂને ઉક્ત વાહનની સી.સી.ટી.વી. કેમેરા દ્રારા શોધ ખોળ કરવા જણાવેલ હતું...

 નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જૂનાગઢના પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ  અને તેની ટીમ ઉક્ત વાહન શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય તા. 11.12.2020 ના રોજ ઉક્ત વાહન મધુરમ એરીયામાંથી નિકળેલ અને વંથલી તરફ જતા હોવાની માહિતી મળતા, પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ દ્રારા તુરંત જ વંથલી પો.સ્ટે.ના પી.એસ.આઇ. શ્રી બી.કે.ચાવડાને જાણ કરતા પી.એસ.આઇ. શ્રી બી.કે. ચાવડા અને તેની ટીમ દ્રારા ગણત્રીની મીનીટોમાં આરોપી યુસુફ મુસા ખેભર ગામેતીને ચોરાયેલ વાહન સાથે ઝડપી પાડી, આગળની કાર્યવાહી કરવામાં આવેલ....  

 વાહનચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી યુસુફભાઈ મુસાભાઈ ખેભર ગામેતી રહે. લાખાપીર બાપુની દરગાહ પાસે, મેડિકલ કોલેજની પાછળ, જમાલવાડી, જૂનાગઢની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલોસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સાગરકા તથા સ્ટાફના હે.કો.નાથાભાઇ, પો.કો. જૈતાભાઇ, સહિતની ટીમ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા, આરોપી દ્વારા ડુંગરપુર ગામે વાહનને લોક કરેલ ના હોઈ, ડાયરેકટ કરી, વાહન ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ 16 જેટલા વાહન ચોરીના ગુન્હાઓમાં સી ડિવિઝન ખાતે  2019 ની સાલમાં પકડાયેલ હતો. જેને રીમાન્ડ ઉપર મેળવવા વધુ તપાસ તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે....

વાહન ચોરીમાં પકડાયેલ આરોપીઓની પૂછપરછ મા સામાન્ય રીતે વાહન ચાલકો દ્વારા પોતાના વાહનને લોક કરવામાં આવતા નહીં હોવાથી, વાહન ચોરી કરવામાં સરળતા રહેતી હોવાનું જાણવા મળેલ છે. જેથી, જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને પોતાના વાહન પાર્ક કરવા સમયે હેન્ડલ લોક કરીને પાર્ક કરવા તથા તકેદારી રાખવા ખાસ વિનંતી કરવામાં આવેલ છે. જો વાહન ચાલક પોતાના વાહનને લોક કરીને પાર્ક કરવાની ટેવ પોતાના જીવનમાં કાયમી પાડે તો, વાહન ચોરી કરતા આરોપીઓ વાહન ચોરવામાં સફળ થવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. ઉપરાંત, ઘણી વખત વાહન ચાલકો ચાવી પણ વાહનમાં રાખી, ખરીદી કરવા જતા હોય, વાહનમાંથી પોતાની ચાવી કાઢી, લોક કરવા પણ જણાવવામાં આવે છે. જેથી, વાહન ચોરીના બનાવો ટાળવા, વાહન ચાલકો દ્વારા બેદરકારી ટાળી, તકેદારી રાખવામાં આવે તો, વાહન ચોરીના બનાવોમાં ઘટાડો લાવી શકાય તેવું જાહેર હિતમાં પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

 આ કામગીરીમાં નેત્રમ શાખા(કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)જૂનાગઢના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કો. રવીરાજસિંહ વાઘેલા, રાહુલગીરી મેઘનાથી, અશોકભાઇ રામ, જીવાભાઇ ગાંગણા સહિતની ટીમ તેમજ વંથલી પો.સ્ટે.ના પી.એસ.આઇ. શ્રી બી.કે.ચાવડા, પો.કો. પૃથ્વીરાજ સિંહ વાળા, સોમાતસિંહ સીસોદીયા, બાલુભાઇ બાલસ, જનક્સિંહ સેસોદીયા  સહિતની ટીમ આ કામગીરીમાં જોડાયેલ હતા...

Related News