ખાદ્યતેલમાં સતત ભાવ વધારો ગૃહણીઓનું બજેટ ખોરવી રહ્યો છે 

GUJARAT Publish Date : 05 January, 2021 09:13 PM

ખાદ્યતેલમાં સતત ભાવ વધારો ગૃહણીઓનું બજેટ ખોરવી રહ્યો છે 

 
રાજકોટ 
સીંગતેલ થી લઈને કપાસિયા સુધી અને પામોલિનથી લઈને સનફ્લાવર અને કોર્ન ઓઈલના ભાવમાં સતત વધારાથી ગૃહણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે,... સીંગતેલનો ડબ્બો હાલ 2350 થી 2450 ના ભાવે ટ્રેન્ડ થઇ રહ્યો છે તો કપાસીયાના ભાવ પણ 1880 ના રેકોર્ડ સ્તરે ટ્રેન્ડ થયું છે તો પામોલીન અને સનફ્લાવર પણ સતત તેજીમાં જોવા મળી રહ્યું છે.. ખાદ્યતેલમાં તેજીને પગલે સતત ભાવો બેકાબુ છે અને ગૃહણીઓ માટે ચાલુ મહિનામાં બારેમાસ ભરવાનું થતું સીંગતેલ અને ખાદ્યતેલ ને પગલે બજેટ ખોરવાઈ ગયું છે 
 
મીરાબેન નામના ગૃહણી જણાવે છે કે દર વર્ષે અમારા 6 સદસ્યોના પરિવારને  5 થી 6 ડબ્બા તેલની વાર્ષિક જરૂર રહે છે, જેમાં અમે 3 ડબ્બા સીંગતેલ અને 1 અથવા 2 ડબ્બા કપાસિયા કે સનફ્લાવરના ડબ્બા ખરીદીયે છીએ જોકે આ વર્ષે અમારે ફરજીયાત તેમાં ઘટાડો કરવો પડશે , આજ સ્થિતિ અન્ય નાના પરિવારનો જ નહિ મોટા પરિવારો માટે થઇ રહી છે એક તરફ કોરોના ને લઈને વેપાર ધંધાને અસર થઇ છે જેથી વાર્ષિક બજેટ ખોરવાઈ રહ્યું છે 
નાના પરિવારો માટે આ વર્ષે નાણાકીય સંકટ અને સમસ્યા ભરેલું છે તેની અસર ખાદ્ય પદાર્થની ખરીદી અને બજેટ ઉપર થઇ રહી છે 

Related News