ખેડૂત આંદોલનનો અંત : ગાજિયાબાદમાં પોલીસ-પેરા મિલિટરી તેનાત, ખેડૂત નેતાઓની અટકાયત 

TOP STORIES Publish Date : 28 January, 2021 09:08 PM

ખેડૂત આંદોલનનો અંત : ગાજિયાબાદમાં પોલીસ-પેરા મિલિટરી તેનાત, ખેડૂત નેતાઓની અટકાયત 

 
નવી દિલ્હી 
 
26 જાન્યુઆરીની દિલ્હીની હિંસા ને પગલે હવે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકાર એક્શન મોડમાં છે અને દિલ્હી બોર્ડર નાજ઼િલ ગાજિયાબાદ અને આસપાસના બોર્ડર વિસ્તારમાં ખેડૂતોને આંદોલન સ્થળેથી ખદેડવા માટે ભારે માત્રામાં પોલીસ અને પેરા મિલિટરી ફોર્સ તેનાત કરી દેવામાં આવી છે અને આંદોલન ને ગમે તે ભોગે ખતમ કરવા માટે સરકાર હવે મોટા પગલાં લઇ રહી છે , કૃષિ કાયદાને લઈને છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા આંદોલન ને આજે રાત્રીના જ ખતમ કરવા માટે જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે અને  તેને લઈને જ રાકેશ ટિકેટ થી લઈને અન્ય ખેડૂત નેતાઓ સામે અટકાયતી પગલાં લેવા સહિતના એક્શન મોડમાં પોલીસ આવી છે અને આંદોલન સ્થળને ખાલી કરી દેવા માટે પોલીસ દ્વારા આખરી આદેશ આપી દેવામાં આવ્યો છે.. પોલીસ દળ દ્વારા કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ધરણા સ્થળને ખાલી કરાવવા માટે સાંજથી જ આદેશ આવી ગયો હતો જેને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવતા આંદોલન હવે અંત તરફ જય રહ્યું છે 

Related News