ખૂંખાર દીપડો રાજકોટ નજીક દેખાયો ? વનવિભાગે ગોઠવ્યા પાંજરા

TOP STORIES Publish Date : 04 January, 2021 10:17 PM

રાજકોટ

રાજકોટ જિલ્લામાં સિંહના ફફડાટ વચ્ચે દીપડાએ દેખા દીધા ના સમાચારે ફોરેસ્ટ વિભાગને હરકતમાં નાખી દીધું છે..આજી ડેમ નજીકના વિસ્તાર અને  વડાળી અને આસપાસનાં ગામડાના વાડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધાની વિગતો સામે આવી છે...દીપડો દેખાયો હોવાની વિગત વચ્ચે વનવિભાગે પાંજરા મુક્યા છે... દીપડા ને પકડવામાં વન વિભાગ કોઈ જોખમ લેવા મંગતું નથી... વન વિભાગ દ્વારા પાંજરા તો મુક્યા છે સાથે આસપાસ ના લોકો માટે સાવધાની રાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે....સિંહ જોકે બને ત્યાં સુધી લોકોને નિશાન નથી બનાવતા જોકે દીપડો ખતરનાક અને ચાલક પ્રાણી છે અને ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ઉપર હુમલો કરી નુકસાન પહોંચાડી શકે તેમ હોઈ છે માટે લોકોને જોખમ ન લેવા પણ સૂચન કરવામાં આવ્યું છે

Related News