રાજકોટની જનતાને સારા વહીવટના વચન સાથે મેદાનમાં ઉતરશું : વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઈંદ્રનીલભાઈ રાજગુરુ 

TOP STORIES Publish Date : 24 January, 2021 06:16 PM

રાજકોટની જનતાને સારા વહીવટના વચન સાથે મેદાનમાં ઉતરશું : વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઈંદ્રનીલભાઈ રાજગુરુ 

 
રાજકોટ 
ચૂંટણીના જંગમાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની તાકાત સાથે મેદાનમાં છે,... ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજકીય પક્ષોએ જીતના દવાઓ કરવાના શરૂ કર્યા છે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખે જીતનો દાવો કરી દીધો છે.. જોકે આ દાવાને એક જ ઝાટકે કોંગ્રેસ અગ્રણી ઈંદ્રનીલભાઈ રાજગુરુએ ફગાવી દીધો છે... ચૂંટણીને લઈને કોંગ્રેસ કેટલી સજ્જ છે?  ક્યાં ક્યાં મુદ્દાને લઈને રાજકોટની જનતા વચ્ચે કોંગ્રેસ જવાની છે?  કેવી છે કોંગ્રેસની તૈયારીએ વિષે ગુજરાતપોસ્ટ.કોમના એડિટર મયુરી સોનીએ ઈંદ્રનીલભાઈ રાજગુરુએ ખાસ વાતચીત કરી હતી.... 
 

રાજકોટની જનતાને સારો અને યોગ્ય વહીવટ આપવાનું અમારું વચન છે અને સારા સજ્જન ઉમેદવાર સાથે અમે ચૂંટણી મેદાનમાં ઉતરીને રાજકોટવાસીઓને ખરો વહીવટ આપીને સાચો વિકાસ કરીશું.. આ શબ્દો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના..

પેજ પ્રમુખની તાકાત થી ચૂંટણી જીતવાના ભાજપના દાવાને ઈંદ્રનીલભાઈએ ફગાવી દીધા છે....  ઈંદ્રનીલભાઈ રાજગુરુ જણાવે છે કે દર વખતે ભાજપ દાવાઓ કરે છે...  ભાજપે જેટલા સદસ્યો ઓનલાઇન કર્યા હતા એટલા મત પણ તેઓને મલ્યા નથી.... તો આ દાવાઓ માટે લોકોને ડરાવી અને દબાવીને હા એ હા કરી ને સદસ્ય કે પેજ પ્રમુખો બન્યા હોઈ શકે છે .. ક્યાં મુદાઓને લઈને ચૂંટણીમાં કોંગ્રેસ જવાની છે એ સવાલને લઈને ઈંદ્રનીલભાઈ જણાવે છે કે આમારો મુદ્દો લોકોને સારો અને ચોખ્ખો વહીવટ આપવાનો છે રાજકોટની વાત કરીએ તો રાજકોટની જનતા ભાજપને ધીમે ધીમે ઓળખવા લાગી છે લોકોમાં  સતત ભયનો માહોલ છે..... તંત્ર દ્વારા વસુલવામાં આવી રહેલા દંડ થી લોકો નારાજ છે.. મોંઘવારીએ સામાન્ય લોકોનું જીવન મુશ્કેલીમાં મૂકી દીધું છે....  ભાજપ થી આ પરિસ્થિતિમાં અળગા રહેશે અને એટલે જ અમને લોકો પસંદ કરશે...   સારો વહીવટ કેવો હોઈ છે એ  લોકોને બતાવીશું ... રાજકોટની જનતા ત્રાસી ગઈ છે ભાજપથી....  કેવા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસ ઉતારશે ??ચૂંટણી છે એટલે ઉમેદવારોની પસંદગી અને તેને લઈને કવાયત પણ થવાની છે ત્યારે ઉમેદવારોની પસંદગી અંગે ઈંદ્રનીલભાઈ જણાવે છે પ્રદેશ ગુજરાત કમિટી અને પ્રમુખ નક્કી કરશે જોકે ચોક્કસ સારા અને રાજકોટવાસીઓને પસંદ પડે તેવા ઉમેદવાર આવશે... આ વખતે 2015ની કસર છે એ પુરી કરી દેવામાં આવશેઆમ રાજકોટ મહાપાલિકાની ચૂંટણી ને લઈને ઈંદ્રનીલભાઈ એ પણ જનતાના વિશ્વાસે જીતનો દાવો કર્યો છે  

 

Related News