1 ફેબ્રુઆરીથી તત્કાલ બુકીંગ સાથે એલપીજી સિલિન્ડરની ડીલેવરી મળી જશે 

GUJARAT Publish Date : 17 January, 2021 05:47 PM

1 ફેબ્રુઆરીથી તત્કાલ બુકીંગ સાથે એલપીજી સિલિન્ડરની ડીલેવરી મળી જશે 

 

1 ફેબ્રુઆરીથી નિયમો સાથે જીવન પદ્ધતિ પણ બદલાઈ રહી છે.. જેમાં હવે તત્કાલ બુકીંગ દ્વારા ગેસ સિલિન્ડર પણ ઉપલબ્ધ થઇ જશે..જીહા એલપીજી ગેસ સિલિન્ડર માટે લાંબા સમય સુધી રાહ જોવી હવે ભૂતકાળ બની જશે બુકીંગ કરાવ્યા ના માત્ર 45 મિનિટની અંદર ગેસનું સિલિન્ડર ઉપલબ્ધ બની જશે 

ગુજરાતમાં  પણ આ સેવા ઉપલબ્ધ બની રહી છે અને દેશના દરેક પ્રદેશના કંસે કામ એક જિલ્લામાં તત્કાલ સેવા શરૂ થઇ રહી છે અને બાદમાં દેશના અન્ય રાજ્યોમાં આ સેવા લાગુ કરી દેવામાં આવશે .. આ સેવામાં માટે નક્કી કરેલા વધારાના ચાર્જને ચૂકવવો પડશે જે 25 રૂપિયા એકસ્ટ્રા હશે.. 

ઇન્ડિયન ઓઇલ અને અન્ય ગેસ એજન્સિએઓએ આ માટે તૈયારી કરી છે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં આ માટે બૂકિંગઃ કરાવવું પડશે હાલમાં દેશમાં 28 કરોડ એલપીજી ગેસ કનેક્શન ધારક ગ્રાહકો છે જેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે 

Related News