ચોકલેટ સોસ વિથ ચોકો કેક માઉસ

માધુરી વાનગી Publish Date : 13 December, 2020 06:13 AM

ચોકલેટ સોસ માટે ની સામગ્રી:-
૨૦૦ મિલી દૂધ
3 ટેબલ સ્પૂન ખાંડ
2 ટેબલ સ્પૂન કોકો પાઉડર
૩ ટીસ્પૂન કોર્ન ફ્લોર
ચોકો કપ કેક બનાવવાની સામગ્રી :-
૧ કપ મેંદો
૩ ચમચી રિફાઈન્ડ ઓઇલ કે માખણ
૩ ચમચી ચોકલેટ પાઉડર
2 ચમચી કોકો પાઉડર
1 કપ ખાંડ
૧/૨ ચમચી બેકિંગ પાઉડર
૧/૪ ચમચી સોડા
દૂધ જરૂર મુજબ (બેટર બનાવવા)

રીત

સૌપ્રથમ ચોકલેટ સોસ બનાવવા માટે દૂધમાં ખાંડ, કોકો પાઉડર અને કોર્નફ્લોર મિક્સ કરી ધીમા તાપે ગરમ કરવું અને સતત હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં.
થોડું થીક થાય એટલે ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ કરવું.તો તૈયાર છે આપણો ચોકલેટ સોસ. આ સોસ દૂધમાં, આઇસ્ક્રીમ ઉપર કે કેક ઉપર નાખીને ગાર્નિશ કરી શકાય છે.
ચોકલેટ કપ કેક બનાવવા માટે ઉપર દર્શાવેલ કેક ની સામગ્રી મિક્સ કરી બેટર તૈયાર કરો. ત્યારબાદ મફિન્સ ના કપમાં ભરી માઈક્રોવેવ ઓવનમાં કન્વેક્શન મોડ પર 180°ડિગ્રી પર પ્રીહીટ કરી પંદરથી વીસ મિનિટ બેક કરો. તો તૈયાર છે આપણા ચોકલેટ મફિન્સ કપ કેક.
કપકેક ઠંડા થાય એટલે તેનો ભૂકો કરો. ત્યારબાદ એક ગ્લાસમાં પેલા કેકનું લેયર પછી ચોકલેટ વ્હીપ ક્રીમ નું લેયર ફરી પાછું કેક નું લેયર એમ પુરા ગ્લાસ સુધી લેયર બનાવો. છેલ્લે વ્હાઈટ વ્હીપ્ડ ક્રીમ નું લેયર કરી ઉપરથી ચોકલેટ સોસ અને ચોકો ચિપ્સથી ગાર્નીશ કરી એકદમ ચિલ્ડ કરી સર્વ કરો.
તો તૈયાર છે આપણું ચોકલેટ સોસ
વિથ ચોકો કેક માઉસ
 

Related News