ઘરે બનાવો ટેસ્ટી અને સોફ્ટ દહીંવડા; જાણો રેસિપી 

માધુરી વાનગી Publish Date : 08 December, 2020 04:19 AM

 
ઘરે બનાવો ટેસ્ટી અને સોફ્ટ દહીંવડા; જાણો રેસિપી 
 

૪ વ્યક્તિ માટે
વડા નુ બેટર બનાવવાની સામગ્રી
1 વાડકી મગની ફોતરાવાળી દાળ
1/2વાટકી અડદની દાળ
૧ ટી.સ્પૂન જીરું
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
પલાળવા માટે છાશ
ગાર્નિશીંગ માટે ની સામગ્રી
1 કિલો દહીં
100 ગ્રામ ખાંડ
1 ટીસ્પૂન અજમો
૩ ટી.સ્પૂન જીરું
લાલ મરચું પાઉડર
મીઠું
ચાટ મસાલો
ખજૂર અને આમલીની ચટણી
ગ્રીન ચટણી
ફ્રેશ ધાણા

 
સૌપ્રથમ આપણે મગની દાળ અને અડદની દાળને અલગ-અલગ પલાળી દેશો. એને આપણે પાંચથી છ કલાક પલાળવા ની છે. ત્યારબાદ તે પલડી ગયા પછી મગની દાળમાંથી આપણે બધા જ ફોતરા કાઢી લઈશું અને બરાબર સાફ કરી લઈશું. ત્યાર પછી મગની દાળ અને અડદની દાળને મિક્સરમાં જીરું અને મીઠું નાખીને પીસી લઈને બેટર બનાવી લેશું.
આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે તેને વડા માટે એક સાઇડ તેલ ગરમ કરીને તળી લઈશું. આપણે ધીમા તાપે તળવાના છે જેથી કરીને વચ્ચેથી કાચા ન રહી જાય.એ તળાઈ જાય ત્યાર પછી તેને આપણે તરત જ પાણીમાં કાઢી લઈશું અને થોડી વાર પાણીમાં પલાળવા દેશું.
ત્યાર પછી તેને પાણીમાંથી કાઢી લઈશું અને પછી આપણે તેને થોડીવાર છાશમાં પણ પલાળી રાખીશું.જેથી કરીને એકદમ સરસ રીતે પલડી જાય છે અને સોફ્ટ પણ રહે છે
હવે આપણે ગાર્નિશીંગ માટે જે મસાલો રેડી કરવાનો છે તેના માટે, આપણે એક તવી ઉપર અજમો અને જીરું બન્ને શેકી લઈશું અને તેનો પાઉડર બનાવી દઈશું. આપણે જે દહીં લીધેલું છે તેમાં આપણે ખાંડ નાખી દઈશું અને તેને ક્રશ કરી લઈશું જેથી કરીને ખાંડ બરાબર મિક્સ થઈ જાય અને ગળ્યું દહીં રેડી થઈ જાય.
ત્યાર પછી આ વડાને આપણે સર્વ કરીશું. એક પ્લેટમાં વડા લેશો તેના ઉપર આ ગળ્યું તૈયાર કરેલું દહીં રેડીશુ.અને ત્યાર પછી તેના ઉપર આપણે ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી,લાલ મરચું પાઉડર,શેકેલા જીરા અને અજમા નો પાઉડર,મીઠું, ચાટ મસાલો અને ધાણા નાખીને તેને ગાર્નીશ કરીશું. અને આપણે તેને સર્વ કરીશું. તો રેડી છે આપણા ટેસ્ટી અને સોફ્ટ દહીં વડા.

Related News