એવરગ્રીન મીઠાઈ એટલે આપણો સૌકોઈનો ફેવરિટ મોહનથાળ 

માધુરી વાનગી Publish Date : 13 December, 2020 04:38 AM

એવરગ્રીન મીઠાઈ એટલે આપણો સૌકોઈનો ફેવરિટ મોહનથાળ 

મોહનથાળ

750 ગ્રામ ચણાનો લોટ
500 ગ્રામ ઘી
1/2 કપ દૂધ
3 (4 ચમચી) ઘી
7 કે 8 બદામ ની કતરણ
ચાસણી બનાવવાની સામગ્રીઓ
500 ગ્રામ ખાંડ
2 ગ્લાસ પાણી

 

એક પરાત મા ચણા ના લોટને ચાળી લેવો.ત્યાર પછી તેમા નવસેકા દૂધ મા 5ચમચી ઘી નાખી ચણા ના લોટમાં થોડુ થોડુ નાખીને મિક્સ કરી દો.ત્યાર બાદ લોટ ને હાથથી દાબીને 15મિનીટ રહેવા દેવુ.
ત્યાર પછી લોટને બંને હાથ થી મસળી લેવો.પછી લોટને ચાયની મા નાખી ને ચારી લેવો.
હવે એક લોયમા ઘી ગરમ થવા દેવુ.ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખીને રતાસ પડતો થાય ત્યા સુધી મિડિયમ ગેસે સેક્વો
શેકાય જાય એટલે તેમાં 2ચમચી દૂધ નાખી ને ઘી છુટુ પડે ત્યા સુધી હલાવવું.ત્યાર બાદ ગેસ બંધ કરી દો.અને લોયને નિચે ઉતારી ઠરવા દેવું.
હવે ખાંડની ચાસણી બનાવી લેવી.એક તપેલીમાં ખાંડ નખને તેમા ખાંડ ડુબે એટલુ પાણી નાખી ખાંડ ઓગળે ત્યા સુધી હલાવવુ.ત્યાર બાદ ચાસણી દોઠ તારની થાય ત્યા સુધી ઉકાળવું.
ચાસણી થયજાય એટલે તેમાં શકેલા ચણાનો લોટ નાખી ને મિશ્રણ ઘટ થાય એટલીવાર હલાવવું.
હવે ગ્રીષ કરેલી થાળી કે ચોકીમાં મિશ્રણ નાખી દેવુ.અને તેની ઉપર બદામ ની કતરણ છાંટી દેવી
મોહનથાળ ઠરે એટલે તેમા ચાકુ થી કાપા પાડી લેવાં.

Related News