રસમ બનાવવાની સહેલી રીત ; ઝટપટ બની જશે ઘરે સ્વાદિષ્ટ રસમ 

માધુરી વાનગી Publish Date : 08 December, 2020 04:07 AM

રસમ બનાવવાની સહેલી રીત ; ઝટપટ બની જશે ઘરે સ્વાદિષ્ટ રસમ 

2 વ્યકિત માટે
1 કપ તુવેર ની દાળ (બાફેલી પાણી સાથે)
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરું
2 ઝીણા સમારેલા ટામેટા
1 ચમચી જીરૂ
1 ચમચી રાઈ
2 સૂકા લાલ મરચાં
7-8 મીઠા લીમડાનાં પાન
મીઠું સ્વાદ પ્રમાણે
1 ચમચી કોથમીર
રસમ નો મસાલો બનાવવાની સામગ્રી
4 સૂકા લાલ મરચાં
5-7 આખા મરી
2 ચમચી ધાણા પાવડર
1 ચમચી જીરૂ
4-5 મેથી દાણા
6-7 મીઠા લીમડાનાં પાન

 
સૌ પ્રથમ રસમ નો મસાલો બનાવવા માટે ઉપર પ્રમાણે આપેલી સામગ્રી ને 5 થી7 મિનિટ શેકી લો. ત્યારબાદ સામગ્રી ઠંડી થઈ જાય પછી તેને મિક્સચર માં પીસી લો.
હવે એક કઢાઈ માં તેલ લઇ લો પછી તેમાં રાઈ, જીરૂ ઉમેરો પછી તેમાં લાલ સૂકા મરચાં, મીઠા લીમડા ના પાન, ટામેટા અને રસમ નો મસાલો ઉમેરી ને શેકી લો.
ત્યારબાદ બધું શેકાઈ જાય પછી તેમાં બાફેલી તુવેર ની દાળ ઉમેરો અને તેને 5 મિનિટ માટે ઉકાળી લો. પછી તેમાં કોથમીર ઉમેરો. મેં અહીંયા રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે.

Related News