ઘરે બનાવો ફટાફટ ટેસ્ટી ટેસ્ટી વેજ ચીલી લાજવાબ 

માધુરી વાનગી Publish Date : 13 December, 2020 06:10 AM

વેજ ચીલી મિલી...

 સામગ્રી

ગ્રેવી બનાવવા માટે
5-6 ચમચી તેલ
1 ચમચી જીરું
1 નંગ તેજ પતા
1 નંગ તજ
2-3 નંગ લવિંગ
2 નંગ ઇલાયચી
2 નંગ મરી
3 નંગ સમારેલા કાંદા
2 નંગ લીલા મરચા
1 નંગ આદુનો ટુકડો
6-7 કડી લસણ
7-8 નંગ કાજુ
1 ચમચી મગજતરી
4-5 નંગ ટામેટા
4-5 નંગ લાલ મરચા
મીઠું જરૂર મુજબ
300 મિલી પાણી
વેજ ચીલી મિલી બનાવવાની રીત
5-6 ચમચી તેલ
2 ચમચી બટર
1 ચમચી સમારેલું આદુ
1 ચમચી લીલુ મરચુ
1/2 ફણસી
1 કપ કેપ્સિકમ
1 કપ વટાણા
1 કપ કોબીસ
1 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરૂ
પાણી જરૂર મુજબ
1 કપ પનીર ના ટુકડા
ફ્રેશક્રીમ
1/2 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી કસુરી મેથી
ગાર્નીશિંગ માટે
કોથમીર

 

 

બનવવાની રીત

સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે તેલ, જીરુ, તેજ પત્તા,તજ, લવિંગ, ઇલાયચી, મરી નાંખી સાંતળવું પછી તેમાં સમારેલા કાંદા નાખી હલકા બ્રાઉન કરી લીલા મરચાં, આદુનો ટુકડો, લસણ, કાજુ, મગતરી, સમારેલા ટામેટા,લાલ મરચું, મીઠું અને જરૂર મુજબ પાણી નાખી હલાવી લો અને 8-10 મિનિટ સુધી ઢાંકીને થવા દો.

હવે મિશ્રણ ઠંડું પડે પછી મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.એક પેનમાં તેલ, બટર,સમારેલા આદુ-મરચા નાખી હલાવો અને તેમાં વેજીટેબલ ઉમેરી (ફણસી, કેપ્સીકમ, વટાણા,કોબીસ) 6-7 મિનિટ સુધી ઢાંકીને થવા દો.ત્યારપછી તેમાં લાલમરચું, ધાણાજીરુ નાખી એક મિનિટ સુધી સાંતળો અને બનાવેલી ગ્રેવી ઉમેરી તેમાં મીઠું અને પાણી નાખી 2-3 મિનિટ સુધી હલાવી તેમાં પનીર, ફ્રેશ ક્રીમ, ગરમ મસાલો, કસૂરીમેથી ઉમેરી 2-3 મિનિટ સુધી થવા દો અને કોથમીરથી ગાર્નિશિંગ કરી સર્વ કરો....

 

 

 

 

Related News