હરિદ્વારમાં મહાકુમ્ભ 2021 ની તડામાર તૈયારી :કોરોના વચ્ચે યોજાશે ભવ્ય આયોજન 

DHARM BHAKTI Publish Date : 19 January, 2021 10:11 PM

હરિદ્વારમાં મહાકુમ્ભ 2021 ની તડામાર તૈયારી :કોરોના વચ્ચે યોજાશે ભવ્ય આયોજન 

 
હરિદ્વાર 
 
હરિદ્વારમાં આયોજિત મહાકુમ્ભ ને લઈને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.. કોરોના મહામારી વચ્ચે મહાકુંભને લઈને સ્થાનિક પ્રસાસન અને વહીવટી વિભાગ અને મહાકુમ્ભ આયોજન સમિતિ કામે લાગી છે...  ત્યારે હરિદ્વારમાં કેવી છે મહાકુમ્ભ મેળાને લઈને તૈયારી જુઓ આ અમારો સ્પેશિયલ રિપોર્ટ 
 
 
દેશમાં દર 12 વર્ષે મહાકુમ્ભ મેળાનું આયોજન કરવામાં આવે છે .. આ વખતે મહાકુમ્ભ મેળો 11 વર્ષે યોજાઈ રહ્યો છે .. મહાકુંભને લઈને અખિલ ભારતીય અખાડા પરિષદ અને સંત સમાજે પણ તૈયારી આરંભી દીધી છે ..હરિદ્વારને આધ્યાત્મિક રાજધાની પણ કહેવામાં આવે છે ..તો સાધુ સમાજ સાથે સ્થાનિક વહીવટી તંત્ર માટે પણ  આ વખતનો કુંભમેળો પડકાર જનક છે અને તેને લઈને તંત્રે કમર પણ કસી લીધી છે...
 
હરિદ્વાર ખાતે આયોજિત મહાકુમ્ભ મેળાને લઈને સંત સમાજ અને અખાડા પરિષદ દ્વારા તૈયારી કરી છે આ વખતે ચાર શાહી સ્નાન નું આયોજન કરવામાં આવ્યું છે.. આ વખતે મહાશિવરાત્રી ના દિવસે એટલે 17 માર્ચ 2021 ના રોજ પહેલું શાહી સ્નાન આયોજિત કરવામાં આવશે તો બીજું શાહી સ્નાન ચૈત્રી અમાવાસ્યા એટલે 12 એપ્રિલના રોજ કરવામાં આશે ...જે દિવસે સોમવતી અમાવાસ્યા આવે હે એટલે અદભુત સંયોગ પણ બની શકે છે.. ત્રીજું શાહી સ્નાન 14 એપ્રિલના રોજ છે તો ચોથું શાહી સ્નાન 27 એપ્રિલના રોજ યોજાશે... આ ઉપરાંત પોષી પૂનમ ને દિવસે પણ મહત્વનું સ્નાન યોજાશે 
 
મહાકુમ્ભ મેળાને લાઈન એ હરિદ્વાર ખાતે ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન ના બોર્ડ લાગ્યા છે અને નગરીને હરિદ્વાર ખાતે સજાવવામાં આવ્યા છે એટલું જ નહિ સ્વચ્છતા અને કોરોના ના નિયમોને લઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે ..
 
દર વખતે 12 વર્ષે મહાકુમ્ભ મેળાનું આયોજન કરવામાં આવે છે અને તેમાં ભાગ લેવા માટે કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને તેનો લાભ લઈને પુણ્યનું ભાથું એકત્ર કરે છે 

Related News