ભુવનેશ્વરની KIITમાં 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપનું આયોજન

GUJARAT Publish Date : 07 March, 2021 09:51 PM

ભુવનેશ્વરની KIITમાં 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપનું આયોજન

69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21નો ઉદ્ઘાટન કાર્યક્રમ બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમ KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં 5 માર્ચ 2021ના રોજ યોજાયો... ઉદ્ઘાટન સમારોહમાં ઓડિશાના રમત ગમત અને યુવા સેવા તથા ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી તુષારકાંતિ બેહરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. જ્યારે વૉલીબૉલફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના મહાસચિવ શ્રી અનિલ ચૌધરી, વી.એફ.આઈ.ના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા કન્ટ્રોલ કમિટીના ચેરમેન શ્રી રથિન રોય ચૌધરી, માનનીય સાંસદ, કંધમાલ, વી.એફ.આઈ.ના અધ્યક્ષ તથા કે.આઈ.આઈટી અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંત, કે.આઈ.આઈ.ટીના ઓર્ગેનાઈઝિંગ પ્રેસિડેન્ટ અને પ્રો-વાઈસ ચાન્સલર પ્રો.સસ્મિતા સામંત, કે.આઈ.આઈ.ટી.ના વાઈસ ચાન્સલર પ્રો.એચ.કે.મોહંતી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને અવસરની શોભામાં અભિવૃદ્ધિ કરી. ડૉ.અચ્યુત સામંતે ઉદ્ધાટન સમરોહની અધ્યક્ષતા કરી જ્યારે ડૉ.ગગનેન્દ્ર દાશ, સચિવ ઓર્ગોનાઈઝિંગ કમિટી, એસોસિએટ જોઈન્ટ સેક્રેટરી, વી.એફ.આઈ., ઓનરરી જોઈન્ટ સેક્રેટરી, ઓડિશા વૉલીબૉલએસોસિએશન અને ડાયરેક્ટર, સ્પોર્ટ્સ, કે.આઈ.આઈ.ટી. તથા કે.આઈ.એસ.એસ.એ ધન્યવાદ પ્રસ્તાવ પસાર કર્યો. 

મહામહિમ શ્રી બીજૂ પટનાયકજીની 105મી જયંતીના અવસર પર દિવંગત બીજૂ બાબૂને પુષ્પાંજલિ અર્પણ કરી આ સમારોહની શરૂઆત કરાઈ. ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વૉલીબૉલસંઘના અધ્યક્ષ અને મહાસચિવ પણ ઉપસ્થિત હતા. 

ભારતીય વૉલીબૉલઈતિહાસમાં પહેલીવાર, ઓડિશાએ એક રાજ્ય તરીકે 68 સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક સંચાલન કર્યું.. અને આ ચેમ્પિયનશિપની યજમાની કરી. ખાસ વાત એ છે કે પહેલીવાર તમામ મેચ ઈન્ડોર કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગ સાથે રમાશે. તમામ મેચ બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમમાં ઓડિશા સરકારની કોવિડ ગાઈડલાઈન્સ અનુસાર જ રમાશે. ઓડિશાને એક રાજ્યના સ્વરૂપમાં ચાર વૉલીબૉલનેશનલ ચેમ્પિયનશિપ-36મી જૂનિયર નેશનલ વૉલીબૉલચેમ્પિયનશિપ 2009, 41મી નેશનલ સબ જૂનિયર વૉલીબૉલચેમ્પિયનશિપ 2019, 68મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2019-20 અને હવે વર્તમાન 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21 ફાળવવામાં આવી ચૂકી છે. ચારેય ટૂર્નામેન્ટ કે.આઈ.આઈ.ટી. પરિસરમાં આયોજીત કરાઈ છે.

આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના 1200થી વધુ પુરુષ અને મહિલા વૉલીબૉલખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પહેલીવાર કેન્દ્રશાસિત પ્રદેશ, લદ્દાખની ટીમ, વી.એફ.આઈ.ના અધ્યક્ષની ઉચિત અનુમતી સાથે આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. અનેક અર્જૂન એવોર્ડ વિજેતા અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડી આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. 

આગામી એશિયાઈ ચેમ્પિયનશિપ અને અન્ય આંતરરાષ્ટ્રીય બેઠકો માટે ભારતીય વૉલીબૉલટીમની પસંદગી આ ચેમ્પિયનશિપના માધ્યમથી કરવામાં આવશે. ભારતીય વૉલીબૉલપુરુષ ટીમની પસંદગી સમિતિમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા, અર્જૂન એવોર્ડ વિજેતા અને ભારતીય વૉલીબૉલટીમના વર્તમાન કૉચ શ્રી.જી.ઈ.શ્રીધરન; અર્જૂન એવોર્ડ વિજેતા ડૉ.દલેલ સિંહ અને શ્રી જાગીર સિંહ રંધાવા સામેલ છે. ભારતીય વૉલીબૉલમહિલા ટીમની પસંદગી સમિતિમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એસ.એ.આઈ)ના શ્રી અજય જાંગરા, શ્રી દલજીત સિંહ અને ભારતીય વૉલીબૉલટીમનાં વર્તમાન કૉચ, સુશ્રી વૈશાલી ફડતારે સામેલ છે. શ્રી પ્રકાશ રોય અને શ્રી એ.રામના રાવ, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને અર્જૂન એવોર્ડ વિજેતા આ બંને પસંદગી સમિતિના સંયોજક હશે.. ઉદ્ઘાટન મેચ પુરુષ વર્ગમાં ઓડિશા અને મધ્ય પ્રદેશ વચ્ચે જ્યારે મહિલા વર્ગમાં ઓડિશા અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી.

Related News