રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં શિયાળુપાકની મબલખ આવક

BREAKING NEWS Publish Date : 04 March, 2021 10:19 AM

રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસીઓથી ઉભરાયું, ઘઉં,ચણા,જીરું સહિતની નવી આવક નોંધાઈ 

બેડીમાં માર્કેટિંગ યાર્ડ નવી જણસોથી ઉભરાયું 
ઘઉં, ચણા, જીરું, લસણ ની નવી આવક નોંધાઈ 
સારા વરસાદથી શિયાળુ પાકનું મબલખ ઉત્પાદન 

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની મબલખ આવક થઇ છે , આ વર્ષે સારા ચોમાસાને પગલે ખેડૂતોએ શિયાળુ પણ સારા એવા પ્રમાણમાં લીધો છે , જેમાં આ વર્ષે ઘઉં,જીરું,ચણા,લસણ અને રાયડો સહિતના પાકો નું ઉત્પાદન મોટા પ્રમાણમાં થયું છે , જેને પગલે બેડીયાર્ડ નવી જણસીઓની આવકથી ઉભરાઈ રહ્યું છે .... ચોમાસાના સારા વરસાદથી શિયાળુ ઉત્પાદન વધવાથી યાદમાં ઘઉંના ઢગલા ખડકાયા છે .. ઘઉંની લગભગ 4 હજાર બોરીથી વધુની પ્રારંભિક આવક નોંધાઈ છે ... તો ધાણાની 48000 બોરી જેટલી આવક નોંધાઈ છે ..ઘઉંના ભાવ એકંદરે 350 રૂપિયાથી 470 રૂપિયા સુધી બોલાય રહ્યા છે તો ધાણા એક મણના ભાવ 1100 થી 1600 રૂપિયા જેટલા બોલાયા છે... જીરુંની 7400 કવીન્ટલ આવક નોંધાઈ છે જીરાનો ભાવ 2000 રૂપિયા થી લઈને 2500 રૂપિયા પ્રતિમણ બોલાઈ રહ્યો છે તો ચણા ના ભાવ 800 રૂપિયા થી 900 રૂપિયા સુધીના બોલાયા છે

Related News