રાજકોટના જિલ્લા ગાર્ડન પાસે અસામાજિક તત્વોનો આતંક :રીક્ષા સહિતના 6 વાહનોમાં ચાંપી આગ 

BREAKING NEWS Publish Date : 22 December, 2020 04:14 AM

રાજકોટના જિલ્લા ગાર્ડન પાસે અસામાજિક તત્વોનો આતંક :રીક્ષા સહિતના 6 વાહનોમાં ચાંપી આગ 

રાજકોટ 

રાજકોટમાં રાત્રીના કર્ફ્યુ દરમિયાન પણ અસામાજિક તત્વો શાંત બેસવાનું નામ લેતા નથી શહેરના માધ્યમ આવેલા જિલ્લા ગાર્ડન બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ રાત્રીના સમયે વિસ્તારમાં પાર્ક કરેલી રીક્ષા અને અન્ય વાહનોને આગ લગાવીને આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે , રાત્રીના સમયે જિલ્લા ગાર્ડન નજીકના બાપુનગર વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી રીક્ષા અને અન્ય વાહનો મળીને 6 જેટલા વાહનને નિશાન બનાવીને આગજની કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ અસામાજિક તત્વો કોણ હતા એ શોધવા તપાસ થવી જરૂરી છે નાના અને ગરીબ લોકોની રોજીરોટી જેવા વાહનોને નિશાન બનાવીને અસામાજિકતત્વોએ પોત પ્રકાશ્યું છે સાથે જ રાત્રી કર્ફ્યુમાં પણ આવી ઘટનાને અંજામ આપીને પોલીસને સીધો જ પડકાર ફેંક્યો છે 

Related News