ઉત્તરપ્રદેશમાં શરાબ માફિયાઓ બેફામ બન્યા ; પોલીસ જવાનની ઘાતકી હત્યા કરી 

NATIONAL NEWS Publish Date : 09 February, 2021 10:23 PM

ઉત્તરપ્રદેશમાં શરાબ માફિયાઓ બેફામ બન્યા ; પોલીસ જવાનની ઘાતકી હત્યા કરી 

લખનૌ 

ઉત્તરપ્રદેશમાં શરાબ માફિયાઓ બેફામ બન્યા છે ,કાસગંજ માં શરાબ માફિયાઓએ પોલીસ પાર્ટી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં એક જમાદારની હત્યા કરી માફિયાઓએ લાશને ખેતરમાં ફેંકી દીધી હતી , એટલું જ નહિ શરાબ માફિયાઓએ પોલીસ પાર્ટીમાં રહેલા અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર પણ ઘાતકી હુમલો કર્યાનું સામે આવ્યું છે , માફિયા વિકાસ દુબેનું એન્કાઉન્ટર બાદ થી આરોપીઓ ભુગર્ભમાં હતા જોકે હવે ફરી એક વખત માફિયાઓએ માથું ઉંચકતા યોગી સરકાર માટૅ આ માફિયાઓ સામે કડક હાથે કામે લેવાનો સમય આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે 

Related News