ઉત્તરાયણમાં પણ કોરોના, પતંગમાં કોરોનાના સ્લોગન,કોરોના ગો થી લઈને સોશ્યલ ડિસ્ટન્સના સંદેશા આપશે પતંગ 

GUJARAT Publish Date : 26 December, 2020 09:05 PM

ગો કોરોના ગો...લોકડાઉંન....સોશ્યલ ડિસ્ટન્સ જાળવોના સ્લોગન વાળી પતંગ  

 

રાજકોટ 

14 જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતમાં મકરસંક્રાંતિની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પતંગરસિકો માટે આ વર્ષે ઉતરાયણ થોડી અલગ બની રહેવાની છે, વર્ષ 2020માં કોરોના એ તમામ તહેવારો અને ઉજ્વણીઓનો ભોગ લઇ લીધો હતો, ત્યારે વર્ષ 2021ના પહેલા તહેવાર ઉતરાયણ પણ કોરોના ની છાયામાં જ ઉજવવો પડે તેવી પરિસ્થતિ અત્યારે જોવા મળી રહી છે, કોરોનાને રોકવા માટે ભલે રસીનું સંશોધન છેલ્લા તબક્કામાં હોઈ અને નવા વર્ષની શરૂઆત સાથે જ વેક્સિનેશન પણ શરૂ થઇ જશે તેવી આશા વ્યક્ત થઇ રહી કે જોકે આ વર્ષે પતંગ બજારમાં પણ કોરોના છવાયેલો રહેવાનો છે અને કોરોના ને લગતા સ્લોગન પતંગમાં જોવા મળશે 

રાજકોટની પતંગ બજારમાં આ વર્ષે કોરોના છવાયેલો છે, ગો કોરોના ગો....... સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરજો,,... માસ્ક વગર બહાર ન નીકળો...... હાથ તો દર કલાકે ધોવાનો આગ્રહ રાખો,... સ્વચ્છતા જાળવો.... કોરોના ભગાડવા માટે સરકારને સહયોગ આપો..... લોકડાઉંન અને રાત્રી કર્ફ્યુ સહિતના સ્લોગન આ વર્ષે પતંગમાં જોવા મળી રહયા છે કોરોના ની રાશિને લઈને આશાવાદ અને વેક્સીન આવી રહી છે એ સ્લોગન પણ અત્યારે ડિમાન્ડમાં છે 14 જાન્યુઆરીએ ઉતરાયણ સમયે કદાચ વેક્સીન આવી ચુકી હશે તો બધા જ ધાબાઓ અને અગાસીઓ ઉપર ચડીને આનંદ અને ઉલ્લાસ થી પતંગ ઉડવી શકશે જોકે કોરોના એ અનેક સ્વજનોનો ભોગ લીધો હોઈ આ વર્ષે દિવાળીની જેમ ઉતરાયણ ઉજવવામાં લોકો નિરુત્સાહ જોવા મળી રહયા છે 

 

Related News