દૂધમાંથી મલાઈનું ઘી બનાવવાની ની સહેલી રીત 

માધુરી વાનગી Publish Date : 08 December, 2020 03:57 AM

દૂધમાંથી મલાઈનું ઘી બનાવવાની ની સહેલી રીત 
 

દૂધની ઉપરની મલાઈને એક અલગ તપેલીમાં રાખીને ફ્રીઝરમાં ભેગી કરો. મલાઈને ફ્રીઝરમાં રાખવી ફ્રીઝમાં રાખવાથી જલ્દી બગડી જાય છે...રાત્રે મલાઈને ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવી અને તપેલીમાં ઢાંકીને રાખો....સવારે તેનાથી થોડી મોટી તપેલીમાં મલાઈ કાઢી અંદર બરફના ટુકડા અને થોડું ઠંડુ પાણી નાખી બ્લેન્ડરથી બ્લેન્ડ કરો. દસ મિનિટ બ્લેન્ડ કરવાથી માખણ નીકળશે.
માખણ સવારે નીકાળવાથી સારુ નીકળે છે તેથી બને ત્યાં સુધી સવારે જ નીકાળવુ. માખણ નીકળે એટલે એને અલગ તપેલીમાં કાઢી લેવુ. પછી તેને ગેસ પર ગરમ કરવા મૂકો.
એ માખણને ધીમા તાપે ગરમ કરતા રહો અને સાથે સાથે હલાવતા રહો. ઘી છૂટું પડે પછી તેને ગરણી થી ગાળી લેવું. ઉપરનુ કીટ્ટુ બચે તેને દળેલી ખાંડ નાખીને ખાઈ શકાશે.
માખણ કરતી વખતે જે દૂધ જેવુ સફેદ પાણી બચે છે તેને ગેસ પર ગરમ કરવા મૂકો. થોડું ઉકળે પછી તેમાં એક લીંબૂનો રસ નાખો. લીંબુનો રસ નાખ્યા પછી તેને હલાવો પછી પાણી અને પનીર અલગ પડશે. પછી ગેસ બંધ કરી દો...પછી તેને સ્વચ્છ કપડામાં નિતારી લો. ઉપરનું પનીર નીકળશે અને નીચેનું પનીર નું પાણી લોટ બાંધવામાં વાપરી શકાશે....આ રીતે ઘી બનાવવાથી ઘી અને પનીર બંને બને છે. 

 
મલાઈ
૧ નંગ લીંબુ
ટુકડા ૫ થી ૭ નંગ બરફના
ઠંડુ પાણી જરૂર મુજબ

Related News