હળવદમાં પેટ્રોલપંપ ઉપર થયેલ લુંટ-ધાડના ગુન્હામાં ૨૧ વર્ષથી ફરાર બે આરોપીઓ પકડાયા

BREAKING NEWS Publish Date : 04 February, 2021 08:45 PM

હળવદમાં પેટ્રોલપંપ ઉપર થયેલ લુંટ-ધાડના ગુન્હામાં ૨૧ વર્ષથી ફરાર બે આરોપીઓ પકડાયા

અમિતજી વિધાંણી

હળવદ
      રાજય પોલીસવડાએ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ગુજરાત રાજયમાં ડ્રાઇવ રાખેલ હોય તે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલસીબી પેરોલ ટીમને સુચના કરી હતી જેથી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા તેમજ પીએસઆઇ એન.બી.ડાભીએ ટીમ બનાવી જેમાં પેરોલ ફર્લો સ્કવોડના રસિકભાઇ ચાવડા, ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા , સતીશભાઇ કાંજીયા એમ સ્ટાફના માણસોને ગુજરાત રાજયના દાહોદ જિલ્લામાં તથા મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ જિલ્લામાં મોકલતા આ ટીમ દ્વારા મોરબી જિલ્લાના બે ગંભીર ગુના જેમાં હળવદ પોલીસમાં વર્ષ ૧૯૯૯ માં કલમ ૩૯૫, ૩૯૭ વિગેરે મુજબ નોંધાયેલ લુંટના બનાવમાં છેલ્લા ૨૧ વર્ષથી ફરાર આરોપી ભીમા કરશનાભાઇ ભુરીયા (ઉમર ૪૭) રહે. અંતરવેલીયા તા.જી.જાંબુઆ એમ.પી. ને તેમજ હળવદ પોલીસ મથકે ૧૯૯૯ માં કલમ ૨૨૪ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી ગાલુ માંગલીયાભાઇ મેડા (ઉમર ૪૨) રહે. ભીમફળીયુ તા.જી.જાંબુઆ (એમ.પી.) ને ગઇકાલ તા.૩ ના રોજ તેઓના વતનમાંથી પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.આમ, હળવદ પોલીસ સ્ટેશનના પેટ્રોલપંપ ઉપર થયેલ લુંટ-ધાડના ગુન્હામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.            

Related News