વેગડવાવના યુવાન ઉપર હુમલો કરી હત્યા : સાસરિયા પક્ષના ત્રણ શકશો સામે હત્યાનો આરોપ 

SAURASHTRA Publish Date : 15 December, 2020 04:29 AM

વેગડવાવના યુવાન ઉપર હુમલો કરી હત્યા : સાસરિયા પક્ષના ત્રણ શકશો સામે હત્યાનો આરોપ 

હળવદ 

હળવદ તાલુકાના વેગડવાવ ગામ ના રમેશભાઈ કુકાભાઈ વાઘેલા રવિવારે સાંજે પ્રતાપ ગઢ ગામે કાકા ના છોકરા ને પત્નીને પ્રતાપ ગઢ ગામે તેડવા જતા તે બાબતે બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કાકા ના છોકરા ના સાસરિયા પક્ષના ત્રણ શખ્સોએ રમેશભાઈ કુકાભાઈ વાઘેલા ને માથાના ભાગમાં  તિક્ષણ હથિયાર વડે હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે108ની ટીમે  હળવદ સરકારી હોસ્પિટલ એ સારવાર માટે લઇ ગયેલ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ  પરંતુ  રમેશભાઈ વાઘેલા ની ગંભીર  સ્થિતિ માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બનાવવાની હળવદ પોલીસને પી આ‌ઈ પી એ ‌દેકાવાડીયાની સુચના થી પી.એસ.આઈ રાધીકા બેન રામાનુજ  મુતક રમેશભાઈના સગાની  હત્યા ની ફરિયાદ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા ફરિયાદની તજવીજ હાથ ધરી હતી હત્યાનો ગુનો નોંધવાની  ની તજવીજ હાથ ધરી અને  પોલિસએ જુદી જુદી ટીમો ઓ બનાવી ને આરોપી પકડવાના ચક્રોગતિમાન કર્યાં.  

Related News