ગેસના ભાવમાં વધારાથી મોરબી સીરામીક ઉદ્યોગકારોના નફામાં ઘટાડો થશે 

BUSINESS Publish Date : 29 January, 2021 10:02 PM

ગેસના ભાવમાં વધારાથી મોરબી સીરામીક ઉદ્યોગકારોના નફામાં ઘટાડો થશે 

મોરબી 

મોરબીના સીરામીક ઉદ્યોગકારો માટે 1 ફેબ્રુઆરીથી ગેસના ભાવ વધારાનો અમલ આર્થિક સમસ્યા સર્જી શકે તેમ છે... છેલ્લા દોઢ મહિનામાં ગેસના ભાવમાં સતત બીજી વખત વધારો કરવામાં આવતા સીરામીક ઉદ્યોગકારો માટે સમસ્યા ઉભી કરે તેમ છે.. ગેસના ભાવમાં એક મહિનામાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે, ગેસનો ભાવ રૂપિયા 29.80 રૂપિયા હતો જે વધીને હવે એક ફેબ્રુઆરીથી 35 રૂપિયા થશે, જોકે ગેસના ભાવ વધવાથી સીરામીક ઉદ્યોગ ઉત્પાદકો ઉપર વધારાનો 3 કરોડ રૂપિયાનો બોજો વધવાનો છે, સીરામીક ઉદ્યોગકારો દુનિયામાં સૌથી વધુ સીરામીક ટાઇલ્સ અને અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે અને તેનો એક્સપોર્ટ પણ કરે છે.. જોકે દોઢ મહિનામાં થયેલા વધારા થી ઉત્પાદકો માટે મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

 

Related News