રાજકોટમાં નકલી નોટ છાપવા મામલે 2 આરોપીઓ ઝડપાયા :ઘરે જ કોમ્પ્યુટર-પ્રિન્ટરથી 200ના દરની નકલી નોટ છાપતા 

GUJARAT Publish Date : 03 December, 2020 02:14 AM

રાજકોટમાં નકલી નોટ છાપવા મામલે 2 આરોપીઓ ઝડપાયા:ઘરે જ કોમ્પ્યુટર-પ્રિન્ટરથી 200ના દરની નકલી નોટ છાપતા 

 
રાજકોટ 
 
રાજકોટમાં 200 રૂપિયાના દરની નકલી નોટ છાપવા નું મીની કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે , મહેસાણામાં ગત તારીખ 30મી ના રોજ ખાનગી બેન્ક ના ભરણામાં 200 ના ડરની નકલી નોટ આવી હતી જે ભરવા આવેલા બંનેની પૂછપરછ કરતા તેની પગેરું રાજકોટ નીકળ્યું હતું , આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે...


ગત તારીખ 30મીના રોજ 2 ગ્રાહકોએ નકલી નોટ જમા કરાવી હતી,જેમાં જમા કરાવનાર નરેન્દ્ર ચૌધરી.અને .કેશવલાલ ની પૂછપરછ થતા આ નોટ બહુચરાજી ના બાબુ પટેલે આપી હોવાનું ખુલ્યું હતું.. બાબુ પટેલની પૂછપરછમાં એવો ખુલાસો થયો કે નોટોનું પગેરું રાજકોટ નીકળ્યું હતું , જાલીનોટના તપાસ મામલે મહેસાણા પોલીસ રાજકોટ પહોંચી હતી અને ભક્તિનગર સર્કલ પાસેથી સાગર ખિલોસિયા અને દિપક કારિયા ની ધરપકડ કરવામાં આવી છે , 

 
રાજકોટમાં તપાસ કરતા ભક્તિનગર સર્કલ વિસ્તારમાં સાગર ખીલોસિયા અને રૈયા ચોકડી પાસે રહેતા દિપક કારીયા ના નામો ખુલ્યા હતા અને બંને ને ઉઠાવી લેવામાં આવ્યા છે.. આ મામલે અમરેલીના મગન શેઠ નું નામ ઓન ખુલ્યું છે..સાગર અને દિપક રાજકોટમાં જાલી નોટ છાપતા હોવાનું ખુલ્યું છે... 200 ના દરની નોટ મામલે સાગર અને મગન દીપકના ઘરે કોમ્યુટર અને પ્રિન્ટર લઈને જતા હતા અને નોટો છાપતા હતા...દીપકે પોતાના ઘરે રહેલી 200 રૂપિયાના દરની 100 નોટ સળગાવી નાખવાની કોશિશ કરી હતી જે પોલીસે જપ્ત કરી છે..આ મામલે દીપકે અને સાગરે 200 રૂપિયાના દરની નોટ રાજકોટ સહીત ક્યાં છે અને કેટલા પ્રમાણમાં નોટો ચાંપી છે એ તપાસ થવી જરૂરી છે 

Related News