નાસા લોન્ચ કરવા જઈ રહ્યું છે પાણીથી ઊડનારા સેટેલાઇટ : પ્રયોગ સફળ રહ્યો તો આજ છે ભવિષ્યનું ઇંધણ 

SCIENCE & TECH Publish Date : 26 January, 2021 08:45 PM

નાસા લોન્ચ કરવા જઈ રહ્યું છે પાણીથી ઊડનારા સેટેલાઇટ : પ્રયોગ સફળ રહ્યો તો આજ છે ભવિષ્યનું ઇંધણ 

 
ન્યૂઝ ડેક્સ 
નાસા મહત્વની યોજના ઉપર કામ કરી રહ્યું છે.. જેના દ્વારા ભવિષ્યાના ઇંધણ અંગે મહત્વની શોધ ગણી શકાશે ... હાલ નાસા પાણી થી ઉડતા સેટેલાઇટ ઉપર કામ કરી રહ્યું છે અને પ્રયોગ સફળ રહ્યો તો નાસા પાણીથી ઉડનારું પહેલું સેટેલાઇટ લોન્ચ કરશે અને આ સેટેલાઇટ સફળતા પૂર્વક લોન્ચ થયો તો પાણી ભવિષ્યનું ઇંધણ બની શકે છે અને તેનાથી ઇંધણની દુનિયાં જ બદલાઈ જશે 
 
નાસા નું આયોજન છે કે તેઓ પૃથ્વીથી 160 કિમિ ઉપર ઓર્બીટમાં ઇંધણના રૂપમાં પાણીનો ઉપયોગ કરતા સેટેલાઈટને સ્થાપિત કરે... નાસા આ મહિનાના અંત સુધીમાં પાથફાઈન્ડર ટેક્નોલોજીના માધ્યમથી એક સેટેલાઇટ છોડવા જઈ રહ્યું છે ...આ ટેક્નોલોજીના માધ્યમથી ક્યુબસેટ સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે..સેટેલાઈટનું લોન્ચિંગ સ્પેસેક્સ ના ફાલ્કન 9 રોકેટની મદદ થી ફ્લોરિડા સ્થિત સ્પેસ સ્ટેશન થી લોન્ચિંગ કરવામાં આવનાર છે 
 
સેટેલાઈટમાં ટેક્નોલોજીથી લઈને પાણીને ઈંધણથી વાપરવા અંગે પણ તમામ સંભાવનાઓ અંગે વિજ્ઞાનીકો સંશોધન કરી રહ્યા છે આ પ્રયોગ સફળ થવાથી અવકાશમાં પ્રદુષણ ની સમસ્યા નહિ રહે છે આકાશમાં એક સેટેલાઇટ બીજા સાથે અથડાવાથી વિસ્ફોટ થવાની સંભાવના ખુબ જ ઓછી થશે 

Related News