પ્રાણીઓની હત્યા વગર જ માંસ બજારમાં ઉપલબ્ધ થશે : સિંગાપોરમાં ફેક્ટરીમાં બનેલું માંસ પીરસવા કમ્પનીની તૈયારી 

SCIENCE & TECH Publish Date : 02 December, 2020 03:36 AM

પ્રાણીઓની હત્યા વગર જ માંસ બજારમાં ઉપલબ્ધ થશે : સિંગાપોરમાં ફેક્ટરીમાં બનેલું માંસ પીરસવા કમ્પનીની તૈયારી 

એજન્સી 

વિચારો કે કોઈ પણ પ્રાણીની હત્યા વગર જ માંસાહારીઓને માંસ ખાવા મળે તો ? કોઈ મરઘા કે સુવ્વર ની હત્યા વગર જ તેનું માંસ તેના શોખીનો માટે ઉપલબ્ધ બને તો ? આ શક્ય છે , શિંગાપોરમાં હવે કેટલીક પસંદગીની રેસ્ટોરન્ટમાં  ફેક્ટરીમાં બનેલા માંસ ને ખોરાક તરીકે પીરસવા માટે તૈયારી થઇ છે , અમેરિકન કંપની જસ્ટ ઈટ દ્વારા આ માટે કેમીકલી પ્રોડક્ટ તૈયાર કરી છે જે કોઈ પણ પ્રાણીની હત્યા કર્યા વગર કે તેને નુકસાન પહોંચાડયા વગર તૈયાર કરવામાં આવે છે , જેમાં પ્રાણીઓની બાયોપ્સી અને વનસ્પતિઓ ની કોશિકાઓથી ખાસ પ્રકારની પ્રોસેસથી માંસ ઉત્પાદન શક્ય બન્યું છે અને તેને ખોરાક માટે લેવા માટે મંજૂરી પણ મળી છે આમ પ્રાણીઓની હત્યાથી પર્યાવરણમાં થતી ગળપદ અને જીવ હિંસાને રોકીને પણ માંસાહારીઓ ની ડિમાન્ડ પુરી કરી શકશે અને તેથી વાયુમંડળ ને પણ સંતુલિત કરી શકાશે જોકે આ બધું સિંગાપોર બહાર અન્ય દેશોમાં પહોંચતા સમય લાગી શકે તેમ છે 

Related News