હિમાલયના 800 વર્ષ જુના પ્રાચીન ધ્યાનને નિઃશુલ્ક શીખવાનો અનેરો અવસર

DHARM BHAKTI Publish Date : 15 December, 2020 11:44 AM

મહાશિબિર: હિમાલયના 800 વર્ષ પ્રાચીન ધ્યાન સંસ્કારને ગ્રહણ કરવાનો નિઃશુલ્ક અવસર

ગુરૂતત્વએ Youtube.com/Gurutattva અને www.gurutattva.org પર 23 થી 30 ડિસેમ્બર સવારે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી મહાશિબિરનું નિઃશુલ્ક જીવંત પ્રસારણ આયોજિત કર્યું છે. આ કાર્યક્રમનું પુનઃપ્રસારણ સાંજે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી કરવામાં આવશે. મહાશિબિરની તમામ સૂચનાઓ Facebook અને Instagram ના માધ્યમથી @gurutattvameditation પર નિયમિત રીતે આપવામાં આવશે. 
વર્ષ 2020 ભલે પૂરું થવાનું હોય પરંતુ કોરોના મહામારી સામેની વૈશ્વિક લડાઈ હજી યથાવત છે. આ પડકારજનક સમયમાં પોતાને શાંત રાખવાનો સૌથી સરળ માર્ગ છે - નિયમિત ધ્યાન. હિમાલયનો આ ધ્યાન સંસ્કાર 800 વર્ષ પ્રાચીન છે જેને પ્રત્યેક મનુષ્ય કોઈ પણ પ્રકારની જટિલ પ્રક્રિયા કે કઠોર સાધના વગર પ્રાપ્ત કરી શકે છે.
‘મહાશિબિર’ જીવંત સદ્દગુરુના સાન્નિધ્યમાં આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનો એક સુવર્ણ અવસર છે. આ 8 દિવસમાં સદ્દગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી આધ્યાત્મના ગુઢ રહસ્યને સરળ અને સહજ ભાષામાં આપની સમક્ષ રજુ કરશે જે તેમણે 6 દાયકાઓથી પણ વધુ સમયની સાધનાથી પ્રાપ્ત કર્યુ છે. આ દરમિયાન લોકોને પ્રત્યેક દિવસ સદ્દગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી અને અન્ય લાખો લોકો સાથે સામુહિક ધ્યાન કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થશે. કહેવામાં આવે છે કે એક લાખ દિવસ એકલા ધ્યાન કરવું અને એક દિવસ એક લાખ લોકોની સામૂહિકતામાં ધ્યાન કરવું, એ બન્ને સમાન છે.
'ગુરુતત્ત્વ' શ્રી શિવકૃપાનંદ સ્વામી ફોઉન્ડેશન દ્વારા સંચાલિત એક વૈશ્વિક મંચ છે, જે પ્રત્યેક મનુષ્યનાં આધ્યાત્મિક વિકાસ માટે અવિરત કાર્યરત છે. ગુરુતત્ત્વ સ્વયં શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના તત્ત્વાધાનમાં મહાશિબિરનું આયોજન કરે છે જેનાં માધ્યમથી લાખો મનુષ્ય હિમાલયનાં આ અનમોલ ધ્યાનની અનુભૂતિ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત કરે છે.


સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામી એક સાક્ષાત્કારી ઋષિ છે. તેઓ બાળપણથી જ સત્યની શોધમાં હતા. તેમનું સંપૂર્ણ જીવન સાધનામય રહ્યું છે જેમાંથી લગભલ 16 વર્ષ તેમણે હિમાલમાં ધ્યાન-સાધના કરી અને ત્યાં સ્થિત ગુરુઓ (જેમાં જૈનમુનિયો અને બૌદ્ધ કૈવલ્ય-કુમ્ભક યોગીઓનો પણ સમાવેશ થાય છે) નાં સાન્નિધ્યમાં આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યુ. તેઓ હિમાલયના આ અનુભૂતિપ્રધાન અમૂલ્ય સમર્પણ ધ્યાન યોગને વર્ષ 1994 થી દેશ-વિદેશમાં નિઃશુલ્ક વહેંચી રહ્યા છે.
વધુ માહિતી માટે Facebook અને Instagram પર @gurutattvameditation ને Like અને Follow કરો. મહાશિબિર અંગે રિમાઈન્ડર મેળવા માટે youtube.com/gurutattva ચેનલને Subscribe કરો અને બેલના આઈકોન પર ક્લિક કરવાનું ભુલશો નહીં.  

“આત્માનંદના આ ઓનલાઇન ઉત્સવમાં આપ સર્વેનું હૃદય પૂર્વક સ્વાગત છે.”

Related News