કોરોનાએ દિવાળી બાદ લીધો ઉપાડો : 48 કલાકમાં ઝડપથી વધી રહયા છે કેસ 

RAJKOT-NEWS Publish Date : 18 November, 2020 03:01 AM

કોરોનાએ દિવાળી બાદ લીધો ઉપાડો : 48 કલાકમાં ઝડપથી વધી રહયા છે કેસ 

 
રાજકોટ 
 
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવાર ઉપર લોકોની ભીડ બજારોમાં અને જાહેર સ્થળે એકત્ર થવાને પગલે કોરોના સતત વધારો થયો છે , રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં કોરોના કેસની સંખ્યા વધવાથી તંત્રની દોડધામ મચી છે દિવાળી પહેલા કોરોના સંપૂર્ણ કાબુ હેઠળ આવી રહ્યો હતો, એક તબક્કે દિવાળી પહેલા કોરોનાના કેસ ની સંખ્યા સિંગલ ડિજિટ સુધી પહોંચવા તરફ હતી જોકે દિવાળીના તહેવારમાં આશંકા  મુજબ જ સંખ્યા વધી છે ખાસ તો ભાઈબીજ અને આજે સરેરાશ રોજના 90 થી 97 કેસ નોંધાયા છે આ આંકડો શહેરમાં આવેલા પોઝિટિવ કેસનો સંખ્યાનો છે ગ્રામીણ રાજકોટમાં પણ કોરોના ના કેસની સંખ્યા વધી રહી છે , જિલ્લાની અને શહેરની ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા સતત ખાલી થવા લાગી હતી જોકે હવે જેમ જેમ કેસની સંખ્યા વધવા લાગી છે તેમ તેમ બેડ પણ દર્દીઓથી ભરાઈ રહયા છે જે ચિંતા ઉપજાવનાર છે શિયાળો જેમ જેમ જામતો જશે તેમ તેમ લોકોની અને તંત્રની ચિંતા વધશે માટે કોરોના થી બચવા માટે સાવધાની એજ ઉપાય મુજબ બને ત્યાં સુધી ઘરની અંદર જ રહેવાની તંત્રની અને ગુજરાતપોસ્ટની અપીલ છે 

Related News