કોરોના દર્દીઓને ઓક્સિજનની સુવિધા મળે તે માટે સરકાર દ્વારા 11 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

GUJARAT Publish Date : 19 April, 2021 09:40 PM

રાજ્ય સરકાર દ્વારા સરકાર હસ્તકની 11 હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવાનો પણ નિર્ણય કરાયો છે  જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 2 હજારએલ.પી.એમ. તથા સોલા જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ અને વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે 1200 એલ.પી.એમ. તેમજ પાટણની ધારપુર GMERS હોસ્પિટલ, જુનાગઢની GMERS હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, બોટાદ, લુણાવાડા, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર અને વેરાવળ ખાતે 700 એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતાં મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સુવિધા મળતાં મહામુલી જીંદગી બચાવી શકાશે.

Related News