ભારતીય ટીમને મોટો ફટકો પડી શકે છે : ઓસ્ટ્રેલિયા ટુર માટે રોહિત-ઈશાન હજુ પણ ફિટ નથી 

SPORTS Publish Date : 24 November, 2020 04:13 AM

ભારતીય ટીમને મોટો ફટકો પડી શકે છે : ઓસ્ટ્રેલિયા ટુર માટે રોહિત-ઈશાન હજુ પણ ફિટ નથી 

મુંબઈ 
ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર ઓપનર અને જોરદાર બેસ્ટમેન રોહિત શર્મા અને ઈશાન શર્મા ની ફિટનેશને લઈને ચિંતાઓના વાદળો ઘેરાયા છે , નેશનલ ટ્રેનિંગ એકેડમી ખાતે ઈલાજ કરાવી રહેલા બંને ખેલાડીઓની ફિટનેશને લઈને ચિંતાઓ વધી છે , રોહિત શર્મા હજુ પણ સંપૂર્ણ ફિટ નથી અને ઈશાન ને પણ સ્વસ્થ થવામાં વાર લાગી શકે છે , બંને ક્યારે ઓસ્ટ્રેલિયા જશે એ કહેવું મુશ્કેલ બની રહ્યું છે ,ખાસ કરીને ઓસ્ટ્રેલિયા પહોંચીને પણ બને એ 14 દિવસ સુધી આઇસોલેશન હેઠળ રહેવું પડશે ત્યારે ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન તો બને ખેલાડીઓ ચુકી જ જશે પરંતુ પ્રથમ ટેસ્ટ માટે પણ બને  ઉપલબ્ધ રહેશે કે કેમ એ અંગે પણ સવાલ ઉઠ્યાં છે , રોહિત અને ઈશાન બંને આંતરિક ઇજાઓને પગલે નેશનલ એકેડમી ખાતે ઓબ્જર્વેશન હેઠળ છે અને બંને ફિટનેશ પછી નહિ મેળવે તો બંનેના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને આશંકાઓ વધુ ઘેરી બની છે જે ટિમ ઇન્ડિયા માટે ચિંતા જનક છે 

Related News