સરકારની જાહેરાત:ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં રૂ.100થી 200નો ઘટાડો

GUJARAT Publish Date : 19 April, 2021 09:33 PM

રાજ્યમાં કોરોનની સ્થિતિ ખુબ જ ગંભીર છે રાજ્ય  દ્વારા શરૂ કરાયેલી રેપિડ ટેસ્ટના બુથની  સાથે ખાનગી લેબોરેટરીઓમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે ,જેમાં  દર્દીને હોસ્પિટલમાંથી અથવા નાગરિકના ઘરે જઈને ટેસ્ટ કરવામાં આવે તો 1100નો ચાર્જ હતો તેમાં 200નો ઘટાડો કરાયો છે.ખાનગી લેબોરેટરીમાં દર્દી ટેસ્ટ કરાવવા માગે તો 1100માંથી 900 રૂપિયા જ ચાર્જ લઈ શકશે.લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવે તો તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો છે.આ ભાવ ઘટાડો આવતીકાલથી તમામ લેબોરેટરીમાં અમલમાં મૂકવાનો રહેશે.

Related News