સોમવારથી જલારામ મંદિર અને અન્નક્ષેત્ર બંધ: કોરોનાને લઈને લેવાયો નિર્ણય

SAURASHTRA Publish Date : 20 November, 2020 05:34 AM

વીરપુર જલારામ મંદિર અને અન્નક્ષેત્ર સોમવારથી બંધ : કોરોના સંક્રમણને લઈને લેવામાં આવ્યો નિર્ણય 

 

વીરપુર 

 

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર વીરપુર જલારામ મંદિર અને અન્નક્ષેત્ર સોમવાર તારીખ 23 થી બંધ રહેશે, શનિવારે જલારામ જયંતિ નિમિતે માત્ર દર્શન અને સીમિત માત્રામાં દર્શનાર્થીઓ અને લાભાર્થીઓને પ્રવેશ મળશે , જોકે સોમવારથી જલારામ મંદિર અને અન્નક્ષેત્ર બંધ રાખવાનો નિર્ણય જલારામ મંદિરના ગાદીપતિ અને સમિતિ દ્વારા લીધો છે , રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં જબબર ઉછાળો આવ્યો છે , તહેવારને લઈને મોટા પ્રમાણમાં સંક્રમણ વધ્યું છે ત્યારે શહેરમાં રાત્રી કર્ફયુનો પણ અમલ શરૂ થવા જય રહ્યો છે અને હવે જિલ્લામાં આવેલા યાત્રાધામો પૈકીના જલારામ વીરપૂર ખાતે મંદિર અને અન્નક્ષેત્ર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 

Related News