જામનગરના ધ્રોલમાં મુખ્યમંત્રી કૃષિ સહાયમાં અન્યાય મુદ્દે ખેડૂતો દ્વારા આવેદન

SAURASHTRA Publish Date : 18 November, 2020 01:17 AM

જામનગરના ધ્રોલમાં મુખ્યમંત્રી કૃષિ સહાયમાં અન્યાય મુદ્દે ખેડૂતો દ્વારા આવેદન
 
 
કૃષિ સહાય યોજનામાં સરકારે ખેડૂતોને અન્યાય કર્યાનો આક્ષેપ
 
ધ્રોલ
પાક વિમાની અવેજીમાં આવેલી મુખ્યમંત્રી કૃષિ સહાય અંતર્ગત રાજ્યના અલગ અલગ 16 તાલુકાઓમાં 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી બે ઇંચ કરતાં વધુ વરસાદ પડતા ખેડૂતોને મુખ્યમંત્રી કૃષિ સહાય અંતર્ગત સહાય મળવાપાત્ર છે.. કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા હજી સુધી સર્વે કરવામાં ન આવતા અને હજી સુધી એક પણ તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કૃષિ સહાય અંતર્ગત સહાય ન મળતાં આજે કિસાન કોંગ્રેસ મેદાનમાં આવી હતી. કિસાન કોંગ્રેસના પ્રમુખ આંબલીયા દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ માં વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.. મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના અંતર્ગત હજી સુધી ખેડૂતોને સહાય ન મળતા આજે જામનગર જિલ્લાના ધ્રોલમાં કોંગ્રેસ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કિસાન કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો, ખેડૂતોનો હક સરકાર ઝૂંટવી રહી છે.. આ સમયે પાલ આંબલિયા એ ખેડૂતોને સંબોધન કર્યું હતું અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા... વીમા કંપનીની આડોડાઈને કારણે રાજ્ય સરકાર દ્વારા તેની અવેજીમાં મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના લાવી છે પરંતુ મુખ્યમંત્રી કૃષિ સહાય ની ગાઈડલાઈન મુજબ રાજ્યના 16 તાલુકાઓમાં ખેડૂતોને સહાય મળવાપાત્ર છે. પરંતુ હજી સુધી એક પણ તાલુકાના એક પણ ખેડૂતને સહાય ન મળતાં હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે....સમગ્ર મામલે હવે કૃષિ વિભાગ શું નિર્ણય લ્યે છે અને કોંગ્રેસના આક્ષેપને લઈને કોઈ પ્રતિક્રિયાઓ આપે છે કે કેમ એ જોવાનું રહેશે , હાલ તો જામનગરથી લઈને સૌરાષ્ટ્રભરમાં આ મુદ્દો ગરમ રહેવાનો છે 

Related News