સીંગતેલ બાદ કપાસિયા તેલના ભાવમાં વધારો ;કપાસિયા તેલ ઓલટાઈમ હાઈ ઉપર : ગૃહણીઓએ બજેટમાં વધારો કરવો પડશે 

TOP STORIES Publish Date : 24 December, 2020 08:40 PM

સીંગતેલ બાદ કપાસિયા તેલના ભાવમાં વધારો ;કપાસિયા તેલ ઓલટાઈમ હાઈ ઉપર : ગૃહણીઓએ બજેટમાં વધારો કરવો પડશે 

 

Rajkot

એક તરફ રાજ્યભરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલે ઢગલા થઇ રહયા છે , તો બીજી તરફ સીંગતેલ સહીત ખાદ્યતેલના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે .... સીંગતેલની પાછળ પાછળ અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે જેને પગલે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે..... રાજકોટમાં  સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થયો છે... સીંગતેલમાં ભાવ વધારા પાછળ આ વર્ષે ચાઇનામાં માગમાં ઉછાળો, તેમજ સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે સરકારની ખરીદી, તેમજ કપાસના માલની ખપતને કારણે ભાવો વધી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહયા છે,સીંગતેલના ભાવ વધારાને પગલે કપાસિયામાં ડિમાન્ડ નીકળતા કપાસિયાતેલનો ડબો ઓલ ટાઈમ હાઈ ગયો છે.

એક સમયે સૌરાષ્ટ્રમાં તલનું તેલ ખાવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું હતું, ધીમે ધીમે ખાદ્યતેલમાં સીંગતેલની ડિમાન્ડ વધી અને લોકો તલના તેલથી ટેસ્ટ ફેરવીને સીંગતેલ તરફ વળ્યાં , જોકે સીંગતેલ બાદ હવે ખાદ્યતેલમાં સંખ્યા બંધ વિકલ્પો છે એક સમયે પામોલીન અને ડાલ્ડા સાથે ડિસ્કો તેલની જબ્બર ડિમાન્ડ રહેતી હતી જોકે તે હેલ્થ માટે નબળું હોવાનું સામે આવ્યા બાદ જાગૃત બનેલા લોકો ફરી સુરક્ષિત તેલના વપરાશ તરફ વાળવા લાગ્યા અને બજાર સર્જાઈ સીંગતેલ સાથે કપાસિયા ણ સનફ્લાવર તેમજ અન્ય એડિબલ ઓઈલની , આ વર્ષે સીંગતેલનો ડબ્બો મોંઘો છે તો અન્ય ખાદ્ય તેલની ડિમાન્ડ પણ તેને કારણે નીકળી છે જેથી કપાસિયાનો ડબો ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે.. કપાસિયા તેલનો ભાવ હાલ 1790 પર પહોંચ્યો છે..... સિંગતેલના ડબો 2330 થી 2350 એ પહોંચ્યો છે.... એક સપ્તાહમાં સીંગતેલમાં 50 થી 60 રૂપિયાનો વધારો થયો છે..... સિંગતેલ અને સીંગદાણાની નિકાસમાં વધારો થયો છે........તો કપાસિયા તેલના ભાવમાં પણ સાત  દિવસમાં 50 થી 60 રૂપિયાનો વધારો થયો છે... કપાસમાં ગુલાબી ઈયળ અને કપાસના ઉત્પાદમાં ઘટાડાને લઈને માલનું આછું પિલાંણ થતા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યાનું એડિબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ શાહનું કહેવું છે,...  
વિદેશી આયાતી પામોલિન તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે.આયાતી તેલના ભાવમાં વધારો પામીલીન 50 થી 60 રૂપિયાનો વધારો સનફ્લાવર તેલમાં 50 થી 60 રૂપિયાનો વધારો થયો.જેના કારણે પણ અન્ય તેલ મોંઘા થઈ રહ્યા છે.રાજકોટ ના વેપારીઓનું કહેવું છે કે ગયા વર્ષે ચાઇનામાં 54 હજાર ટન સિંગતેલની નિકાસ હતી આ વર્ષે 1 લાખ 25 હજાર ટન ચાઇનામાં સિંગતેલની નિકાસ થઈ છે.

Related News