અન્નદાતાને ન્યાય મળે તે માટે ગુજરાતના 11 ખેડૂત સંગઠનની દિલ્હી કૂચની તૈયારી

GUJARAT Publish Date : 06 December, 2020 04:12 AM

અન્નદાતાને ન્યાય મળે તે માટે ગુજરાતના 11 ખેડૂત સંગઠનની દિલ્હી કૂચની તૈયારી

 
રાજકોટ 
 
દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં પંજાબ-હરિયાણા અને ઉત્તરપ્રદેશના ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે જેને હવે ધીમે ધીમે દેશભરના રાજ્યોમાંથી વિવિધ ખેડૂત સંગઠન અને ખેડૂત નેતાઓએ ટેકો આપ્યો છે ગુજરાતમાં પણ ખેડૂતોના આંદોલનને ટેકો આપવામાં આવી રહ્યો છે , રાજ્યમાં આજે અલગ  સંગઠન દ્વારા ખેડૂતોના આંદોલન અંગે ચિંતન અને મનન કરવામાં આવ્યું હતું, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પહેલા જ કહી ચુક્યો છે કે તે દિલ્હીમાં ચાલતા ખેડૂતોના આંદોલનમાં જોડાવા ઈચ્છે છે પરંતુ ટી ગુજરાત બહાર જવાની મંજૂરી આપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે તો કોંગ્રેસ પણ ખેડૂતોના ટેકામાં અલગ અલગ વિરોધ અને આંદોલનાત્મક કાર્યક્રમ અંગે આયોજન ઘડી રહી છે તો, રાજ્યના અલગ અલગ 11 ખેડૂત સંગઠન પોતાનો ટેકો જાહેર કરી ચુક્યા છે અને દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યા છે , તો 8 તારીખના ભારત બંધને રાજ્યમાં વિવિધ ખેડૂતો અને અન્ય સંગઠનોનો ટેકો મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આ માટે સોશ્યલ મીડિયામાં કેમપેઇન કરવામાં આવી રહ્યું છે 

Related News