અબ કી બાર પેટ્રોલ 100 રૂપિયાને પાર : સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી જનતામાં ભારે રોષ 

TOP STORIES Publish Date : 08 February, 2021 09:23 PM

અબ કી બાર પેટ્રોલ 100 રૂપિયાને પાર : સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી જનતામાં ભારે રોષ 

 

રાજકોટ 

દેશમાં કૂદકે ને ભૂસકે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી રહ્યો છે ...દેશભરની સાથે ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહયા છે .. ભાવ વધારાનો મુદ્દો કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ જોરશોરથી ઉઠાવીને કેન્દ્રની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવતા હતા જોકે હવે સત્તામાં ભાજપ છે અને પેટ્રોલના ભાવ રેકોર્ડ સ્તરે છે એક સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલ ના મુખ્ય ઘટક ક્રૂડ ઓઈલના ભાવ માઇનસ એટલે તળિયે પહોંચ્યા હતા ત્યારે પણ ભારતમાં કે ગુજરાતમાં પેટ્રોલના ભાવ ઘટયા ન હતા ..તો આજે ક્રુડનો ભાવ 58 થી 60 ડોલર વચ્ચે છે ત્યારે સતત પેટ્રોલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ..ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલના વેંચાણ થી સીધી જ ટેક્સના રૂપમાં મોટી કમાણી થઇ રહી છે જે ઘટાડો કરવા માટે ન તો રાજ્યની સરકાર તૈયાર છે ન તો કેન્દ્રની સરકાર તૈયાર છે ..પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા અંગે ભાજપના એક પણ નેતા કે મંત્રીઓ બોલવા તૈયાર નથી..જેને લઈને લોકોમાં ખાસ કરીને મધ્યમવર્ગ જે હંમેશા ઈચ્છતો કે ભાજપ આવશે તો મોંઘવારી દૂર થઇ જશે તેને બદલે મોંઘવારીનો રાક્ષસ ધૂણી રહ્યો છે અને લોકોનો અવાજ દબાઈ રહ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવે માધ્યમ અને ગરીબ વર્ગનું બજેટ જ ખોરવી નાખ્યું છે જે લોકોમાં ભારે રોષનું કારણ બની રહ્યું છે...

Related News