રાજસ્થાન સીએમની ભ્રષ્ટાચાર વિરોધી મિટિંગમાં ફોન ઉપર જ અધિકારીએ લાંચ લીધી: ACB એ કરી ધરપકડ

NATIONAL NEWS Publish Date : 14 January, 2021 11:48 AM

રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ભ્રસ્ટાચાર વિરોધી મિટિંગમાં લૉન્ચ લેતી પકડાઈ SDM : ACB ની કાર્યવાહી 

 

જયપુર 

 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા રાજ્યમાં વધતા ભ્રસ્ટાચાર સામે લડાઈ માટે ખાસ ભ્રસ્ટાચાર વિરોધો મિટિંગ બોલાવાઇ હતી જેમાં સીએમ ની હાજરીમાં મિટિંગ વચ્ચે મોબાઈલ ફોન ઉપર લૉન્ચ લેતા એક અધિકારી ઝડપાઇ ગઈ છે..મિટિંગમાં બેઠેલી એસડીએમ એ ફોન ઉપર જ લાંચ ની રકમ માંગી લીધી અને સ્વીકારતા એસીબીના હાથમાં ઝડપાઇ ગઈ છે ... સમગ્ર મામલે એસીબીએ 2 એસડીએમ અને પૂર્વ એસપીના દલાલ ને પકડી પાડ્યો છે ...એસીબીએ દોષા જિલ્લાના પૂર્વ એસપી મનીષ અગ્રવાલના 2 મોબાઈલ ને પણ જપ્ત કર્યા છે.. અને એ પણ એસીબીના સકંજામાં આવી શકે છે ,,, દોષા જિલ્લાના બે એસડીએમ પિંકી મીના અને પુષ્કર મિત્તલ દ્વારા લાન્ચ લેવાનો આ સમગ્ર મામલો છે ..દોષા જિલ્લામાં નેશનલ હાઇવે પસાર થઇ રહ્યો છે અને ખેડૂતોની જમીન ના અધિગ્રહણ મામલે કમ્પની સામે કેસ ચાલી રહ્યો છે આ મામલે એસપી તાપસ કરી રહયા છે અને તેના દલાલ અને બંને એસડીએમ એ લૉન્ચ માંગી હતી જેમાં અશોક ગહેલોત ની સાથે એની ઓફિસમાં મિટિંગ કરી રહેલી પિંકી મીના જેનું આ પહેલું જ પોસ્ટિંગ હતું તેને ફોન ઉપર જ લાંચ ની રકમ તેને એજન્ટ ને આપવાનું અને તેની પાસેથી આ રકમ તેઓ ઘરે મેળવી લેશે તેવું જણાવ્યું હતું ..ઉલ્લેખનીય છે કે 30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને એસીબી એ 2 કલાક સુધી મુખ્યમંત્રી કાર્યાલય બહાર લાંચિયા અધિકારીને ઝડપી લેવા માટે રાહ જોઈ હતી અને અંતે તેને ઝડપી લેવામાં આવી છે 

 

Related News