જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ પદે મનોજભાઇ રાઠોડની નિમણૂક

GUJARAT Publish Date : 04 June, 2021 12:16 AM

*રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખપદે ખેડૂત પુત્ર અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજભાઈ રાઠોડની નિયુક્તિ
  અનુસુચિત જાતિના પ્રશ્નો માટે સદા જાગૃત રહેવાનો કોલ આપતા મનોજ રાઠોડ
 *રાજકોટ*
 રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયા , જિલ્લા મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનિષભાઇ ચાગેલાએ  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અનુસુચિત જનજાતિના પ્રદેશ પ્રમુખ ડો. પ્રદ્યુમન વાજાં, પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, સૌરાષ્ટ્ર ભાજપનાં ઝોન  ઇન્ચાર્જ વિનોદભાઈ ચાવડા સહિતના અન્ય હોદ્દેદારો સાથે વિચાર વિમર્શ કરી રાજકિય અનુભવનો નિચોડ ધરાવતા  લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજભાઈ રાઠોડની રાજકોટ જિલ્લા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે.  મનોજભાઈ રાઠોડની આ નિયુક્તિને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, રાજકોટના ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા સહિતના રાજકીય આગેવાનોએ આવકારી છે. 
વ્યવસાયે ખેડૂત પુત્ર એવા મનોજભાઈ રાઠોડે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત નાની વયમાં ભાજપમાં  જોડાઇને કરી હતી. 
સામાન્ય કાર્યકર્તા તરીકે રાજકિય કારકિર્દી શરૂ કરનાર મનોજભાઈ રાઠોડ છેવાડાના માનવી સુધી પહોંચીને તેમના નાના મોટા પ્રશ્નો હલ કરવામાં  કાયમ જાગૃત રહેતા હતા. તેમની કામગીરીની કદર કરી  તેઓને ૧૯૯૩મા           રાજકોટ યુવા ભાજપના  ઉપપ્રમુખની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી તેઓએ
લોધિકા તાલુકા ભાજપના મંત્રી  તરીકેની કામગીરી પણ બખુબી નિભાવી હતી. મનોજભાઈ રાઠોડે               લોધિકા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી દરમિયાન આ વિસ્તારના અનેક મુંઝવતા પ્રશ્નો હલ કરવામાં સિંહફાળો આપ્યો હતો. 
લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખપદે આરૂઢ થઇને ગુજરાતમાં સૌથી નાની વયના તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનુ બહુમાન મેળવનારા
પણ મનોજભાઈ રાઠોડ છે. આવી અનેક પ્રકારની રાજકિય જવાબદારી  બખૂબી નિભાવી મનોજભાઈ  રાઠોડે લોધિકા તાલુકા પંચાયતની  સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.
રાજકોટ જિલ્લા ભાજપના અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવતા મનોજભાઈ રાઠોડને તેમના મોબાઈલ નંબર  98242 51663 ઉપર શુભેચ્છાની વર્ષા થઇ રહી છે

Related News