મહિલાઓને આત્મનિર્ભર કરવા મૂંજાયા વગર લોન આપો : સીએમ રૂપાણી 

TOP STORIES Publish Date : 06 December, 2020 05:54 AM

મહિલાઓને આત્મનિર્ભર કરવા મૂંજાયા વગર લોન આપો : સીએમ રૂપાણી 

 
નાના લોકો લોન ચૂકવે છે ગોટાળા મોટી લોન લેનારા કરતા હોવાના દાખલા છે ;સીએમ 
 
રાજકોટ 
 
લોકડાઉંન બાદ ગુજરાતે ફરી એક વખત દેશને બતાવ્યું છે કે બેઠું કેમ થવાય છે , બંધ થયેલા ઉદ્યોગ ધંધાઓને ફરી કેમ ચાલતા કરવા , નાના માણસોને મદદ કરીને તેને આત્મનિર્ભર બનવવા માટે રાજ્ય સરકારની સહાયથી સહકારી બેન્કોએ આપેલી આત્મનિર્ભર લોન થાકી આજે ગુજરાત ફરી વેગવંતુ બન્યું છે આ શબ્દો છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના, વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે એક તબક્કે બધા નો આત્મવિશ્વાસ ડગુમગુ હતું કે હવે શું થશે અને કેમ ફરી પાછું ચક્ર ચાલશે ત્યારે 2 ટકાના વાર્ષિક વ્યાજદરે લોન આપવાના નિર્ણય અને સહકારી બેન્કની કામગીરીથી આજે નાના માણસો ફરી બેઠા થયા છે અને અર્થતત્રની ગાડી પાટે ચડવા લાગી છે ,ઇતિહાસ સાક્ષી છે કે લોન લઈને ભાગી જનારા મોટાભાગના લોકો મોટા માથા જ છે મોટા પ્રોજેક્ટમાં જ ફસાવાના અને લોનના પૈસા જવાનું રીક્સ વધુ રહે છે નાના માણસો નો ખાનદાન હોઈ છે અને તેઓ હંમેશા લોનની પાઇ પાઇ ચુકવતા હોઈ છે માટે નાના માણસોને લોન ઉદાર હાથે આપવી જોઈએ, રાજકોટ નાગરિક સહકારી બેન્કના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બેન્કના કામકાજના વખાણ કર્યા તો સ્વનિર્ભર લોન થાકી ઉભા થયેલા ગુજરાતને દેશનું મોડેલ ગણાવ્યું છે , મુખ્યમંત્રીએ એટલે થી ન અટકતા વધુમાં જણાવ્યું કે હવે સરકાર નો લક્ષ્યાંક છે કે નાના માણસો બાદ મહિલાઓને 0 ટકાએ લોન આપવાનો , મહિલાઓની સખી મંડળીઓને વાર્ષિક 0 ટકાએ લોન આપવા માટે સરકાર આગળ વાંહળી રહી કે અને આ કામ પણ સહકારી બેંકો મારફત કરવામાં આવશે અને રાજ્યમાં 10 લાખ મહિલાઓને 0 ટકાએ લોન આપીને તેને આત્મનિર્ભર કરવા છે મહિલા આત્મનિર્ભર થશે તો તેનું કુટુંબ પણ આત્મનિર્ભર થઇ શકશે અને 10 લાખ પરિવારો માટે તે ટેકા સમાન બનશે 

Related News