ઈ-મેમો, લોકડાઉંન ભંગના કેસ-મોંઘવારી-માસ્કનો દંડ શું આ ચૂંટણીમાં ભાજપને નડશે 

TOP STORIES Publish Date : 05 February, 2021 11:09 PM

ઈ-મેમો, લોકડાઉંન ભંગના કેસ-મોંઘવારી-માસ્કનો દંડ શું આ ચૂંટણીમાં ભાજપને નડશે 

 
રાજકોટ 
રાજકોટ સહીત રાજ્યભરમાં મહાપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે , રાજ્યની 6 મહાપાલિકામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે , મહાપાલિકામાં ગત વખતે ભાજપનો દબદબો રહ્યો હતો જોકે ભાજપ માટે છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા કામો કરતા છેલ્લા એક વર્ષમાં કોરોના ને પગલે બદલાયેલી પરિસ્થિતિ મોટી મુસીબત સર્જે તેવી સ્થિતિ સર્જાઈ છે ,,.. મહાપાલિકાની ચૂંટણીનું જે ચિત્ર દેખાઈ છે તેવું ભાજપ માટે સહેલું નથી , ભલે 8 વિધાનસભાની પેટા ચૂંટણીના વિજયને મહાપાલિકાની ચૂંટણી માં મોટું પ્રેરકબળ ભાજપ માનતું હોઈ પરંતુ દરેક ચૂંટણી અને તેના મુદા અલગ અલગ હોઈ છે .જેમાં મહાપાલિકાની ચૂંટણી જે તે શહેરના સ્થાનિક મુદ્દા અને ઉમેદવારોના કામ અને તેના નામની છાપને લઈને લડવામાં આવે છે .. આવું જ કંઈક મહાપાલિકાની આ વખતની ચૂંટણીમાં ભાજપ ને માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે..
 
ભાજપ માટે મોટો પડકાર ઈ-મેમો-લોકડાઉંન ભંગના કેસ અને માસ્ક નો તોતિંગ દંડ 
 
રાજકોટ-જામનગર-ભાવનગર-અમદાવાદ-વડોદરા-સુરત મહાપાલિકાની ચૂંટણીમાં લોકો માટે સૌથી મોટો મુદ્દો ઈ-મેમો અને લોકડાઉંન દરમિયાન વસુલવામાં આવેલા કરોડો ના માસ્કના દંડ નો છે .. લોકો માં મનમાં સ્થાનિક તંત્રે કરેલી કાર્યવાહી હજુ પણ ભુંસાયેલી નથી લોકો ચાહે તે ભાજપના કાર્યકર્તા જ કેમ ન હોઈ તેઓ કહે છે કે ક્યાં મોઢે મત માંગવા જઈએ અને જઈએ તો પણ લોકો એમ પૂછે છે કે માસ્ક ના અને ઇમેમો ના દંડ નું શું કરશે.. શું ચૂંટણી સુધી જ રાત્રી કર્ફ્યુમાં છૂટ આપવામાં આવશે કે કેમ અને કોરોના દરમિયાન લોકોએ લોકડાઉંન ભન્ગ ના કેસનો સામનો પણ કર્યો હતો આવા લાખો કેસ છે જે ભાજપ માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે 
 
નવા ઉમેદવારો ને લઈને પણ લોકોના મનમાં આશંકા છે 
 
રાજકોટ સહીત રાજ્યની 6 મહાપાલિકામાં ભાજપે 33 થી 55 ટકા કરતા વધુ એવા ચહેરા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે જેઓ પાસે ચૂંટણી લાડવાનો અનુભવ ઓછો છે અથવા તો લોકસેવાને લઈને તેઓની કોઈ ખાસ ઉપલબ્ધી નથી , કદાચ તેઓના પિતા-દાદા-પતિ- કે પરિવારના સદસ્યો જરૂર કાર્યકર તરીકે કામ કરતા હોઈ પરંતુ એવા અનેક ઉમેદવાર છે જેઓને મહાપાલિકાના શું કામ હોઈ છે તેની પણ પૂરતી ખબર નથી આવા લોકો ઉપર લોકો કેવી રીતે ભરોષો કરશે અને વોટ આપશે 
 
સ્થાનિક ઉમેદવાર નહિ હોઈ તેવા માટે કપરા ચઢાણ 
 

મહાપાલિકાની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો આયાતી ઉમેદવારનો છે જેઓ જે તે વોર્ડના ન હોઈ તેવા માટે સ્થાનિકો શંકાની નજરે જુએ છે જે લોકો વોર્ડના ના હોઈ અને ચૂંટણી લાડવા આવ છે તેઓને સ્થાનિકો વોટ કેમ આપશે કારણ કે લોકોના મનમાં સવાલ હોઈ છે કે આવા લોકો ચૂંટાયા બાદ સ્થાનિક વિસ્તારમાં આવેશે કે કેમ અને કામ માટે ઉપલબ્ધ હશે કે કેમ આ બધા જ સવાલ ભાજપ માટે મોટી મુશ્કેલી સર્જે તેમ છે અને તેને લઈને વિપક્ષ  દ્વારા ચોક્કસ રણનીતિ પણ બનવવામાં આવી છે ઈ-મેમો, લોકડાઉંન ભંગના કેસ-મોંઘવારી-માસ્કનો દંડ શું આ ચૂંટણીમાં ભાજપને નડશે 

 
 

Related News