રાજકોટ : શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ આજથી બંધ, તમામ બસ હવે બસ પોર્ટ ઉપરથી ઉપડશે

GUJARAT Publish Date : 30 January, 2021 06:29 PM

શાસ્ત્રીમેદાન બસ સ્ટેશન બંધ :તમામ બસ હવે બસ પોર્ટ ઉપરથી જ મળશે 

 

રાજકોટના શાસ્ત્રી મેદાન સ્થિત બસ સ્ટેશન આજથી સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું છે, શાસ્ત્રીમેદાન ખાતેથી ઉપસતી સૌરાષ્ટ્ર અને જિલ્લાના રૂટની તમામ બસ હવે ઢેબર રોડ સ્થિત બસ પોર્ટથી ઉપલબ્ધ થશે, રાજકોટ બસ પોર્ટ ઉપરથી દરરોજ 900 જેટલી ટ્રીપ શરૂ કરવામાં આવી છે દર અડધી કલાકે અન્ય જિલ્લાની અને દર 10 મિનિટે જિલ્લા અંદરના મહત્વના સેન્ટરોની બસ ઉપલબ્ધ થઇ છે, બસ સેવાને લઈને રાજકોટ બસ પોર્ટના સ્ટેશન અધિકારી એમડી વરમોરાએ જણાવ્યું છે કે શાસ્ત્રીમેદાન ખાતે બસ સ્ટેશનને આજથી સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું છે, બસ પોર્ટ ખાતેથી નિયમિત રૂપથી તમામ રૂટની બસ સેવાઓ કાર્યરત કરવામાં આવી છે...

બસ સેવાને લઈને હાલ તમામ બસના રૂટ અને તેની જરૂરિયાત અંગે એસટી વિભાગ કાર્ય કરી રહ્યું છે મુસાફરોને નિયમિત રૂપથી બસ ઉપલબ્ધ થશે અને તેઓએ જેતે સ્થળે જવા માટે બસ પોર્ટ ખાતે 15 થી 20 મિનિટ વહેલા પહોંચવું પડશે જેથી તેઓ બસ ચુકી ન જાય... બસ સેવાને વધુ સુચારુ બનવવામાં આવી રહ્યું છે ...તેમાં એમડી વરમોરાએ વધુમાં ઉમેર્યું હતું ,.... તો આજથી તમામ રૂટની બસ સેવાઓ શરૂ થવાને પગલે મુસાફરોને પણ નવા બસ પોર્ટનો અહેસાસ થઇ રહ્યો છે અને સ્વચ્છ વાતાવરણ અને ગંદકી મુક્ત બસ પોર્ટમાં મુસાફરો નવીન અનુભવ લઇ રહયા છે 

 

Related News