યોગ્ય સારવાર અને પોઝિટિવ અભિગમથી કોરોના દર્દીઓને સ્વસ્થ કરતા રત્નદીપ હોસ્પિટલના તબીબો 

RAJKOT-NEWS Publish Date : 16 December, 2020 10:28 AM

કોરોના એ સમગ્ર વિશ્વમાં ડરનું વાતાવરણ સર્જી દીધું છે, કોરોના થયું એટલે શું બધું ખતમ? શું ગંભીર અને ક્રિટિકલ દર્દીઓ ને કોરોના થાય એટલે સ્વસ્થ  થઇ શકે ? કોરોના બાદ શું થાય છે ? આ બધા જ સવાલના જવાબ આજે મળી રહયા છે, કોરોનાના ક્રિટિકલ દર્દીઓ પણ સજા અને સ્વસ્થ થાય છે,  કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ બનીને રૂટિન જીવ જીવી શકે છે,...આ શક્ય હોવાનું રાજકોટના તબીબો જણાવી રહ્યા છે,

        રાજકોટના રાષ્ટ્રીય શાળા રોડ ઉપર આવેલી રત્નદીપ કોવીડ હોસ્પિટલ અને તેના તબીબો અને સ્ટાફ દવારા ક્રિટિકલ કેરના દર્દીઓને પણ કોરોના ની સારવાર આપવામાં આવી છે અને તેને સ્વસ્થ બનાવીને ઘરે મોકલ્યા છે , કોરોના અંગે વિશેષ માહિતી આપવા માટે રત્નદીપ હોસ્પિટલના ડો વિશાલ મેવા એ જણાવાયું કે કોરોના દર્દીઓ પણ સ્વસ્થ જીવન જીવી શકે છે અને તેને અમારી હોસ્પિટલમાં યોગ્ય અને નિયમ મુજબની સારવાર અને પૌષ્ટિક ભોજન આપીને અને દવાના નિયમિત કોર્સ દ્વારા સ્વસ્થ કર્યા છે , આવા જ એક દર્દી રત્નદીપ હોસ્પિટલમાં ગંભીર કહી શકાય તેવી સ્થિતિમાં આવ્યા હતા અને તેને અન્ય  સારવાર માટે અનિચ્છા જે અમે સ્વીકારીને તેને સ્વસ્થ કર્યા છે, ડો.પાર્થ પટેલ,સંચાલક,રત્નદીપ કોવિડ હોસ્પિટલ જણાવે છે કે આમે અહીં ખાસ પ્રકારની કાળજી સાથે દર્દીની સારવાર કરીયે છીએ, જેમ કે દર્દીના સગાઓ ઈચ્છે કે તેઓને ઘર નું ભોજન મળે તો અમે તેને ઘર નું ભોજન આપવા માટે પણ મંજૂરી આપીયે છીએ , જે દર્દીઓ બહારથી આવેલા હોઈ છે તેઓને અને અહીં ભોજન લેવા માંગે તેઓને ખાસ પૌષ્ટિક આહાર દિવસમાં 4 વખત આપવામાં આવે છે , તો માનસિક રૂપથી દર્દીને મજબૂત કરવા માટે અહીંનો નર્સિંગ સ્ટાફ પણ ખાડે પગે રહે છે , ડો શ્રદ્ધા ભુવા, ડો મેઘના આઘેરા અને ડો એન્જલ માર્કના દર્દીઓને સારવાર સાથે પારિવારિક વાતાવરણમાં માનસિક રૂપથી મજબૂત થવા માટે વાતાવરણ ને પોઝિટિવ બનાવી રાખે છે ત્રણે લેડી તબીબો મહિલા તબિબોનીન ખાસ કાળજી રાખે છે, તો અહીં સારવાર કરાવી ચૂકેલા દર્દીના સગા સુરેન્દ્રસિંહજી પરમાર જણાવે છે કે તેઓના પરિજનને કોરોના થયો હતો અને ઉપરથી દર્દીની હાલત ગંભીર હતી ત્યારે રત્નદીપ હોસ્પિટક ખાતે યોગ્ય સારવાર આપવામાં આવી અને તેના સગા સ્વસ્થ થઈને આજે રૂટિન જીવન જીવી રહ્યા છે... તબીબોનું કહેવું છે કે યોગ્ય સારવાર અને પોઝિટિવ અભિગમથી કોરોના ને હરાવી શકાય છે અને તે કામ તેઓ કરી રહ્યા છે 

Related News