યસ બેન્કને લઈને આવ્યા સારા સમાચાર : કાલથી આવશે નવું પરિવર્તન 

BUSINESS Publish Date : 06 December, 2020 12:44 PM

યસ બેન્કને લઈને આવ્યા સારા સમાચાર: કાલથી આવશે નવું પરિવર્તન 

 

એજન્સી 

યસ બેન્કના રોકાણકારો અને બેન્કના ખાતાધારકો થી લઈને તેમાં એકાઉન્ટ ધરાવનારા તમામ માટે સારા સમાચાર છે , યસ બેન્કની સ્થિતિ ધીમે ધીમે સુધારી રહી છે અને તેની માર્કેટ કેપિટલમાં પણ વધારો થઇ રહ્યો છે , યસ બેન્ક હવે ધીમે ધીમે તેની સ્થિતિમાં બદલાવ લાવી રહ્યું છે આને આ બધું થઇ રહ્યું છે એસબીઆઈ ના માર્ગદર્શન હેઠળ , યસ બેન્કનું મેનેજમેન્ટ ચેન્જ થવાની સાથે જ બેન્કની પરિસ્થિતિ બદલી છે , બેન્ક હવે મિડકેપ થી લાર્જ કેમ્પમાં પરિવર્તિત થશે બેન્કના લરજે કેપમાં સામેલ થવા માટે ઓછામાં ઓછું 27 હજાર કરોડથી વધુનું માર્કેટ કેપિટલ હોવું જરૂરી છે ,જોકે યસ બેન્કનું માર્કેટ કેપિટલ ગત શુક્રવારે 33 હજારથી વધુ નું માર્કેટ કેપિટલ બન્યું છે અને તેને હવે લાર્જ કેપના સેક્ટરમાં જગ્યા બળી જશે તો યસ બેન્કની સર્કિટ ફિલ્ટર પણ 5 ટકાથી વધીને 10 ટકાએ પહોંચી જશે , ગત 10 દિવસમાં યસ બેન્કના શેરમાં 2 વખત અપર સર્કિટ લાગી હતી અને બેન્કનો શેર પોઝિટિવ રાહ્યો હતો હવે સ્થિતિ સુધારવાથી યસ બેન્ક  રોકાણકારો માટે યસ પુરવાર થઇ શકે છે 

Related News