સાઈબિરિયામાં મળી આવ્યો 40 હજાર વર્ષ જુના વાળ ધરાવતા ગેંડાના અવશેષ; વિજ્ઞાનિકોને મળી મહત્વની સફળતા 

SCIENCE & TECH Publish Date : 27 January, 2021 09:06 PM

સાઈબિરિયામાં મળી આવ્યો 40 હજાર વર્ષ જુના વાળ ધરાવતા ગેંડાના અવશેષ; વિજ્ઞાનિકોને મળી મહત્વની સફળતા 

 
ન્યૂઝ ડેક્સ 
 
દેશ જયારે પ્રજાસતાક પર્વ ઉજવી રહ્યો હતો ત્યારે દેશથી દૂર સાઈબિરિયામાં વિજ્ઞાનિકોને મહત્વની સફળતા મળી છે ..સાઈબિરિયામાં વિજ્ઞાનીકોની ટીમને 40 હજાર વર્ષ જુના શરીર ઉપર ભારે વાળનો જથ્થો ધરાવતા ગેંડાના અવશેષ મળ્યા છે .. આ ગેંડો બરફમાં દબાયેલો હતો અને તેના શરીરના લગભગ તમામ અવયવો જેમના તેમ છે .. આ શોધને વિજ્ઞાનિકોએ મોટી ગણાવી છે ..
 
વિજ્ઞાનીકો સંશોધન કરી રહ્યા હતા ત્યારે બરફ ઓગાળવાને પગલે કીચડમાં દબાયેલા ભૂરા રંગના જીવના અવશેષ મળી આવ્યા હતા ... અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે સમયે યુરોપમાં એસ એજ નો સમય ચાલી રહ્યો હોઈ શકે છે કારણ કે તે સમયે ભૂરા રંગના શરીર ઉપર ભારે રુવારિ ધરાવતા ગેંડા યુરોપ અને રશિયામાં વિચારતા હતા અને તે સમયે ગેંડા ઉપર બરફના સિંહોએ કરેલા હુમલામાં બચવા માટે ગેંડાએ કીચડમાં છલાંગ લગાવી હોવી જોઈએ .. શિકાર થવાથી બચવા માટે ભાગેલી હાલતમાં ગેંડો બરફના કીચડમાં ફસાયેલો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... 
મળી આવેલા ગેંડાના આ અવશેષને સાચવીને રાખવામાં આવી રહ્યા છે ..હાલ તેના ઉપર સંશોધન કરવામાં આવી રહ્યું છે 
 
 

Related News