અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં શરૂ કર્યું ભારતીય રેસ્ટોરન્ટ

ENTERTAINMENT Publish Date : 08 March, 2021 10:16 AM

બૉલીવુડ અને હોલીવુડ અભિનેત્રીએ ન્યુયોર્કમાં શરૂ કર્યું ઇન્ડિયન રેસ્ટોરન્ટ


અભિનેત્રી પ્રિયંકા ચોપરા ફિલ્મોની સાથે સામાજિક કાર્ય અને લેખન ક્ષેત્રમાં પણ પોતાની કુશળતા સાબિત કરી છે અને આ કુશળતામાં વધુ એક ઉમેરો કરી પોતાના બિઝનેસની શરૂઆત કરી છે. પ્રિયંકા એ ન્યુયોર્કમાં પોતાનું ભારતીય રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું જેની જાણકારી અભિનેત્રી એ સોશ્યલ મીડિયામાં ફોટો પોસ્ટ કરી આપી હતી,


અભિનેત્રી એ કેપશન ઉમેરતા કહ્યું કે, ન્યુયોર્કમાં એક નવું રેસ્ટોરન્ટ જેમાં મેં ભારતીય સ્વાદ સાથે મારો પ્રેમ ઉમેર્યો છે, ભારત ના સ્વાદ અને ફ્લેવર્સ SONA માં ઉમેર્યા છે, આ રેસરોરન્ટમાં શેફ તરીકે હરિ નાયક છે જે ખૂબ જ પ્રતિભાશાળી છે જેમણે ઇનોવેટિવ મેનુ તૈયાર કર્યું છે, આ રેસ્ટોરન્ટ આ મહિના ના અંત સુધી માં શરૂ થઈ જશે.

Related News