પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો મહાપાલિકાની ચૂંટણીમાં દઝાડી જશે ; અબ કી બાર પેટ્રોલ 86 કે પાર 

TOP STORIES Publish Date : 16 February, 2021 11:11 PM

પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો મહાપાલિકાની ચૂંટણીમાં દઝાડી જશે ; અબ કી બાર પેટ્રોલ 86 કે પાર 

 
 
રાજકોટ 
 
રાજકોટ સહીત રાજ્યની 6 મહાપાલિકાની ચૂંટણી માટે 21મી એ મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણી ભલે સ્થાનિક સ્વરાજની હોઈ પણ અહીં સૌથી મોટો મુદ્દો પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો બન્યો છે , પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 8 દિવસથી દરરોજ 15 પૈસા થી 25 પૈસાનો નિયમિત ભાવ વધારો થાય છે અને આ ભાવ વધારો ગરીબ અને સામાન્ય મધ્યમવર્ગનું બજેટ ખોરવી રહ્યો છે , જાણતા જાણી ચુકી છે કે એક વર્ષ પહેલા જયારે ક્રૂડ ઓઈલનો ભાવ 25 થી 30 ડોલર હતો ત્યારે પણ કેન્દ્રની મોદી સરકારે ભાવ ઘટાડયા ન હતા અને આજે ક્રૂડ ઓઇલ નો ભવ 60 ડોલર છે ત્યારે સતત ભાવ વધી રહ્યા છે લોકો ઉપર કોરોના સેસ નાખીને ખિસ્સા ખાલી કરવા માટે સામાન્ય જનતા ઉપલબ્ધ છે પરંતુ જનતાને રાહત આપવા માટે સરકાર ઉપલબ્ધ ન હોઈ તેવું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપરથી લાગી રહ્યું છે કેન્દ્રીય મંત્રી બનેલા અનેક નેતાઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દાઓ ઉઠાવીને જનતા સુધી જઈને સત્તા મેળવી છે અને હવે સત્તા મેળવી લીધા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થાવ છતાં નેતાઓ શાહમૃગની જેમ માથું ઘાલીને જનતાને પીડાવા દઈ રહી છે આવા નેતાઓ સામે લોકોમાં ભારે ફિટકાર વરસી રહ્યો છે 

Related News