રાજકોટ: કરિયાણાની દુકાન લોકડાઉનમાં ન ચાલતા દેહવ્યાપારનો ધંધો શરૂ કર્યો 

BREAKING NEWS Publish Date : 09 January, 2021 08:20 PM

કરિયાણાની દુકાન લોકડાઉનમાં ન ચાલતા દેહવ્યાપારનો ધંધો શરૂ કર્યો 

રાજકોટ 

લોકડાઉનમાં ધંધો ન ચાલતા એક શકશે દેહવ્યાપારના ધંધામાં ઝુકાવ્યું અને બદનામ ગણાતા ધંધામાં ધીમે ધીમે ખૂંચતો ગયો અને હવે આખરે પોલીસના સકંજામાં આવ્યો છે.. આ હકીકત છે રાજકોટના એક કિરાણાના ધંધાર્થીની જે દેહવ્યાપારના ગંદા ધંધામાં પોલીસના હાથમાં ઝડપાયો છે 

 

રાજકોટ પોલીસે પારસ ચુનીલાલ શાહ નામના શખ્સને લલના સાથે હોટેલમાં મુકવા આવ્યા રંગેહાથ ઝડપી લીધો છે, એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે છટકું ગોઠવવાં આવ્યું હતું જેમાં પારસ ચુનીલાલ શાહ નામના શખ્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને યુવતી સાથે નક્કી ટહેલી રકમ હેઠળ સોદો નક્કી કરવામાં આવ્યો હતો આ દરમિયાન યુવતીને લઈને પારસ તિલક હોટેલ ખાતે આવી પહોંચ્યો હતો અને તેને પોલીસે રંગેહાથ ઝડપી લીધો છે, ઝડપાયેલા પારસ શાહે જણાવ્યું હતું કે કોરોના ને પગલે તેની કિરાણાની દુકાનનો ધન્ધો બંધ થઇ ગયો અને તેને આ ધન્ધામાં ઝુકાવ્યું હતું... પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે 

સમગ્ર કામગીરી  એ.ડિવિઝનના PI સી.જી.જોશી, PSI એસ.એચ. નિમાવત, ડી.બી. ખેર, હારૂનભાઇ ચનિયા, વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ રામભાઈ વાંક, મોવલિકભાઈ સાવલિયા, મેરૂભા ઝાલા અને મહિલા પોલીસ કર્મી કોકિલાબેનએ કામગીરી કરી હતી 

Related News